Karan Wahi Harassed: રસ્તા પર પીછો કર્યો, ગાળો આપી… માંડ-માંડ બચ્યો એક્ટર કરણ વાહીનો જીવ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • કરણ વાહી સાથે રસ્તા પર ગેરવર્તન કરાયું
  • કરણ વાહીએ સો.મીડિયા પર આપી જાણકારી
  • રોડની વચ્ચે શખ્સે કરણ વાહીને આપી ગાળો
Karan Wahi Harassed On The Road: લોકપ્રિય અભિનેતા કરણ વાહી (Karan Wahi)ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાની સાથે તાજેતરમાં એક એવો બનાવ બન્યો છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. કરણ વાહીની સાથે રસ્તા પર કોઈએ ગેરવર્તણૂક કરી છે. અભિનેતા ખૂબ જ મુશ્કેલીથી પોતાનો જીવ બચાવીને ત્યાંથી પરત ઘરે પરત ફર્યા હતા. ખુદ કરણ વાહીએ પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું છે. આપને જણાવી દઈએ કે, કરણ વાહી ફિલ્મ અને ટીવી જગતનો પોપ્યુલર ચહેરો છે. તેઓ ઘણા વર્ષોથી મનોરંજન ઈન્ડસ્ટ્રી (entertainment industry)માં એક્ટિવ છે. કરણ વાહીની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.

રસ્તા પર એક શખ્સે કર્યું ખરાબ વર્તન

કરણ વાહીની એક સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. અભિનેતાએ કહ્યું છે કે, કોઈ શખ્સે તેમની સાથે રસ્તા પર ખરાબ વર્તન કર્યું છે અને મામલો પોલીસ સુધી પહોંચી ચૂક્યો છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમણે પોસ્ટ શેર કરતા લખ્યું કે,’મેં રસ્તા પર જમણી સાઈડ વળાંક લીધો હતો, કારણ કે મારી આગળ એક કાર હતી. આ દરમિયાન એક શખ્સે મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને પૂછ્યું કે કટ કેવી રીતે માર્યો. જે બાદ તેણે મારી સાથે અભદ્રભાષામાં વાત કરી. તેણે મને કહ્યું કે તારા જેવા બે કોડીના ટીવી એક્ટર્સ મેં ઘણા જોયા છે.’

શખ્સે મારો પીછો કર્યોઃ કરણ વાહી

કરણ વાહીએ આગળ લખ્યું કે, ‘મેં તેના સ્કૂટરની ચાવી લઈ લીધી અને થોડા સમય પછી તેને ચાવી પાછી આપી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારબાદ તે શખ્સે મારી પાછળ ત્યાં સુધી પીછો કર્યો, જ્યાં સુધી હું પોલીસ સ્ટેશનમાં રોકાયો નહીં. તે પછી પણ તે શખ્સ મને ગાળો આપતો રહ્યો અને કહેતો રહ્યો કે તેનું પોલીસ સાથે કનેક્શન છે.’ આપને જણાવી દઈએ કે, હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ચૂક્યો છે અને કરણ વાહી એકદમ સુરક્ષિત છે.

મુંબઈ પોલીસમાં કરી ફરિયાદ

પોતાની સ્ટોરીમાં તેમણે ફેન્સને આ કેસ પર એપડેટ કરતા લખ્યું છે કે, ‘હું એકદમ સુરક્ષિત છું. હું ઘરે જ છું, મેં પોલીસ સાથે વાત કરી છે. આશા છે કે આ મામલો ઉકેલાઈ જશે.’ આ પોસ્ટ સાથે કરણ વાહીએ મુંબઈ પોલીસને ટેગ કરીને તેમનો આભાર માન્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT