મને આત્મહત્યાના વિચારો આવતા હતા, રાહુલ ગાંધીએ મારો જીવ બચાવ્યો
નવી દિલ્હી : કન્નડ અભિનેત્રી અને પૂર્વ લોકસભા સાંસદ દિવ્યા સ્પંદનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન રાહુલ ગાંધી અંગે એક ખુબ જ ઇમોશનલ વાત કરી હતી. અભિનેત્રીએ…
ADVERTISEMENT
નવી દિલ્હી : કન્નડ અભિનેત્રી અને પૂર્વ લોકસભા સાંસદ દિવ્યા સ્પંદનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન રાહુલ ગાંધી અંગે એક ખુબ જ ઇમોશનલ વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે તે પોતાના સંઘર્ષના ગાળામાંથી પસાર થઇ રહી હતી ત્યારે તેને વારંવાર આત્મહત્યાના વિચારો આવતા હતા. આવા સમયે રાહુલ ગાંધીએ તેમને ભાવનાત્મક સમર્થન આપ્યું હતું. કન્નડ ટીવી શોમાં તેણે આ ઇમોશનલ વાત શેર કરી હતી. તેણે કહ્યું કે, પિતાના અવસાન બાદ પોતે ભાંગી પડી હતી. આત્મહત્યાના વારંવાર વિચારો આવતા હતા.
જો કે મારા પિતાને ગુમાવ્યાના બે અઠવાડીયા બાદ હું સંસદમાં હતી. જો કે ત્યાં કોઇને ઓળખતી પણ નહોતી. કંઇ ખબર પણ નહોતી કે સંસદમાં કાર્યવાહી કઇ રીતે થાય છે અને સમગ્ર વ્યવસ્થા કઇ રીતે ચાલે છે. જો કે તે સમયે રાહુલ ગાંધીએ તેને ખુબ જ સપોર્ટ કર્યો. દુખને કામમાં લગાવવા જણાવ્યું. મે સતત પોતાની જાતને વ્યસ્ત રાખીને તમામ કામ શીખી લીધું. મંડ્યાના લોકોએ મારા પર વિશ્વાસ કર્યો તે મે સાચો ઠેરવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્યા સ્પંદના કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ પણ રહી ચુકી છે.
પિતાના અવસાન બાદ તે ખુબ જ ડિપ્રેસ રહેવા લાગી હતી
આત્મહત્યાના વિચારો અંગે પુછવામાં આવતા તેણે કહ્યું કે, જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે રાહુલ ગાંધીએ તેમને ભાવનાત્મક રીતે ખુબ જ સપોર્ટ આપ્યો હતો. તેણે કહ્યું કે મે પણ પિતા ગુમાવ્યા છે તેથી તમારૂ દુખ હું સમજી શકુ છું. તેઓએ વારંવાર મને આશ્વસ્ત કરી.સ્પંદનાએ કહ્યું કે, મારા જીવનમાં મારી જીવનમાં સૌથી વધારે મહત્વ મારા માતા પિતા બાદ રાહુલ ગાંધીનું છે. મને જ્યારે આત્મહત્યા કરવાના વિચારો આવવા લાગ્યા ત્યારે રાહુલ ગાંધીએ મને આ ડિપ્રેશનમાંથી કાઢી હતી. તેઓ મને સતત ભાવનાત્મક રીતે ટેકો આપતા રહેતા હતા.
ADVERTISEMENT
યુથ કોંગ્રેસમાં જોડાયા બાદ સડસડાટ પ્રગતી થઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્યા સ્પંદના 2012 માં યુથ કોંગ્રેસમાં જોડાયા હતા. 2013 માં કર્ણાટકની માંડ્યા લોકસભા બેઠક પરથી પેટાચૂંટણી લડી હતી. જે તેઓ જીતી ગયા હતા. ગત્ત વર્ષે તેણે ફિલ્મોમાં પરત ફરવાની જાહેરાત કરી અને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ સ્થાપ્યું હતું.
ADVERTISEMENT