‘મારા પર આનાથી પણ મોટી જવાબદારી છે’, લોકસભાની ચૂંટણી લડવાને લઈને જેપી નડ્ડાનું મોટું નિવેદન
Lok Sabha Election 2024: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ એ વાતને નકારી કાઢી છે કે તેઓ લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું…
ADVERTISEMENT
Lok Sabha Election 2024: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ એ વાતને નકારી કાઢી છે કે તેઓ લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, હું ચૂંટણી લડી રહ્યો નથી, મારા પર આનાથી પણ મોટી જવાબદારી છે. પીએમ મોદીના સક્ષમ નેતૃત્વમાં હું ચૂંટણી લડાવી રહ્યો છું. હું પહેલા પાર્ટીનો કાર્યકર છું અને પછી પાર્ટીનો અધ્યક્ષ છું. પાર્ટીની ચૂંટણી સમિતિનો નિર્ણય મારા માટે સર્વોપરી છે.
ચૂંટણી તો આવતી જતી રહેશેઃ જેપી નડ્ડા
જેપી નડ્ડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ચૂંટણી આવતી-જતી રહેશે, અમે જીતતા પણ રહીશું, પરંતુ માનવતાની સેવાનો જે યશ અમારા કાર્યકર્તાઓના ભાગમાં આવ્યો, તે મારા માટે સૌથી મોટું કામ હતું. આ મારી સિદ્ધિ છે. ત્રણ રાજ્યોમાં ભાજપની જીતના કારણો હતા- સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનો અમારો ટ્રેક રેકોર્ડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યશસ્વી નેતૃત્વ, જનતાનું સમર્થન અને કાર્યકરોની મહેનતની પરાકાષ્ઠા. આ બધા ઉપર પીએમ મોદીની ગેરેન્ટીએ કોંગ્રેસની તમામ આકાંક્ષાઓ પર પાણી ફેરવી દીધું.
પહેલા પત્રકારો નક્કી કરતા હતાઃ જેપી નડ્ડા
મુખ્યમંત્રીઓની પસંદગીને લઈને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, પહેલા તો આપણે એવો પણ જમાનો જોયો છે કે પત્રકારો જ નક્કી કરી દેતા હતા કે કોણ મુખ્યમંત્રી બનશે અને કોણ મંત્રી બનશે. હવે કમસેકમ પત્રકારોની માથાકૂટ તો ઓછી થશે. જેપી નડ્ડાએ કહ્યું કે, અમે ભવિષ્ય તરફ જોઈએ છીએ. ભાજપ પાર્લામેન્ટ્રી પાર્ટી બોર્ડથી લઈને ધારાસભ્ય દળની બેઠકમાં મંથન થાય છે અને સર્વસંમતિથી તમામ બાબતો નક્કી કરવામાં આવે છે.
ADVERTISEMENT
વિકાસના મુદ્દે લડવામાં આવશે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું કહેવું છે કે આ ચૂંટણી પણ વિકાસના મુદ્દા પર લડવામાં આવશે. મોદી ગેરંટી ભાજપની સૌથી મોટી લાઈન છે.
ADVERTISEMENT