રાજસ્થાનના જયપુરમાં 15 મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા, લોકો વહેલી સવાર ઘરમાંથી બહાર દોડી આવ્યા
જયપુર: રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર…
ADVERTISEMENT
જયપુર: રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીની વેબસાઈટ અનુસાર, ભૂકંપ સવારે 4:10 કલાકે આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે,જાનહાનિ અથવા સંપત્તિના નુકસાન અંગે તાત્કાલિક કોઈ માહિતી નથી. એક કલાકમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો 4:10 મિનિટે, બીજો 4:23 મિનિટે અને ત્રીજો 4:25 મિનિટે આવ્યો હતો. તો મણિપુરના ઉખરુલમાં સવારે 05:01 વાગ્યે 3.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જયપુરમાં ભૂકંપના આંચકાના કારણે ઘરોમાં સૂતેલા લોકોની ઊંઘ અચાનક ઉડી ગઈ હતી. શહેરની કોલોનીઓની બિલ્ડીંગોમાં રહેતા રહીશો બહાર દોડી આવ્યા હતા. દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડતો જોવા મળ્યો હતો.
ભૂકંપની તીવ્રતા ખૂબ જ તીવ્ર હતી જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર રાજધાની જયપુર હતું. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ ભૂકંપનો પહેલો આંચકો ખૂબ જ જોરદાર હતો, જેના પછી દરેક લોકો પોતાના ઘર છોડીને ભાગતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
જો ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપ દરમિયાન શક્ય તેટલું સુરક્ષિત રહો. ધ્યાનમાં રાખો કે કેટલાક ધરતીકંપ વાસ્તવમાં પૂર્વ આંચકા હોય છે અને થોડા સમય પછી મોટો ધરતીકંપ આવી શકે છે. તમારી હિલચાલને સંપૂર્ણપણે ઓછી કરો અને નજીકના સલામત સ્થળે પહોંચો. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ઘરની અંદર રહો અને બહાર નીકળવું સલામત છે તેની ખાતરી કરો.
જો ઘરની અંદર હોય તો
જમીન પર સૂઈ જાઓ. એક મજબૂત ટેબલ અથવા ફર્નિચર નીચે બેસીને પોતાને કવર કરી લો. જો તમારી નજીક કોઈ ટેબલ અથવા ડેસ્ક ન હોય, તો તમારા ચહેરા અને માથાને તમારા હાથથી ઢાંકો અને એક ખૂણામાં ઝૂકી જાઓ. રૂમના ખૂણામાં, ટેબલની નીચે અથવા પલંગની નીચે છુપાવીને તમારા માથા અને ચહેરાને બચાવો. કાચ, બારીઓ, દરવાજા, દિવાલો અને જે કંઈપણ પડી શકે છે તેનાથી દૂર રહો (જેમ કે ઝુમ્મર). ભૂકંપ આવે ત્યારે પથારીમાં જ રહો. તમારા માથાને ઓશીકા વડે સુરક્ષિત કરો. જો તમે પડે તેવી વસ્તુની નીચે હોય, તો દૂર જાઓ. આંચકા બંધ ન થાય ત્યાં સુધી અંદર રહો. રિસર્ચ દર્શાવે છે કે મોટાભાગના લોકો જ્યારે ઈમારતોની અંદરથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે ત્યારે ઈજાગ્રસ્ત થાય છે.
ADVERTISEMENT
જો તમે બહાર હોવ તો શું કરવું
તમે જ્યાં છો ત્યાંથી હલશો નહીં. જો કે, ઇમારતો, વૃક્ષો, સ્ટ્રીટ લાઇટ અને યુટિલિટી વાયરથી દૂર રહો. જો તમે ખુલ્લી જગ્યામાં છો, તો કંપન બંધ ન થાય ત્યાં સુધી ત્યાં જ રહો. સૌથી મોટો ખતરો ઈમારતોમાંથી આવે છે, મોટા ભાગના પ્રસંગોએ તૂટી પડતી દીવાલો, ઊડતા કાચ અને પડતી વસ્તુઓને કારણે ઈજાઓ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT