મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના ભણકારા, હમાસે 5000 રોકેટ છોડતા ઈઝરાયલની યુદ્ધની ઘોષણા
Attack on Isreal: પેલેસ્ટાઈન આતંકવાદીઓએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારે વહેલી સવારે ઇઝરાયેલના…
ADVERTISEMENT
Attack on Isreal: પેલેસ્ટાઈન આતંકવાદીઓએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારે વહેલી સવારે ઇઝરાયેલના વિસ્તારો પર ડઝનેક રોકેટ છોડ્યા હતા, જેના કારણે એક મહિલાનું પણ મોત થયું હતું. આ હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ઇઝરાયેલ સરકારે તેના નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.
રિપોર્ટ અનુસાર ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલના ઘણા રહેણાંક વિસ્તારો પર રોકેટ છોડવામાં આવ્યા છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે હવાઈ હુમલા અંગે ચેતવણી આપતી સાયરનનો અવાજ છેક આર્થિક અને સાંસ્કૃતિક રાજધાની તેલ-અવીવ સુધી સંભળાયો છે.
રિપોર્ટ અનુસાર, શનિવારે વહેલી સવારે થયેલ આ બોમ્બ વિસ્ફોટ લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો હતો. ઇઝરાયેલના બચાવ જૂથ ‘મેગેન ડેવિડ એડોમ’એ જણાવ્યું છે કે દક્ષિણ ઇઝરાયેલમાં એક ઇમારત પર રોકેટ પડતાં 70 વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે. આ સિવાય એક 20 વર્ષીય યુવકને પણ થોડી ઈજા થઈ છે.
ADVERTISEMENT
Israelis across the country—on Shabbat and the holiday of Simchat Torah—woke up to sirens sounding and Hamas firing rockets at them from Gaza this morning.
We will defend ourselves. pic.twitter.com/S9GN8fld4Y
— Israel Defense Forces (@IDF) October 7, 2023
ઇઝરાયેલ સામે નવા લશ્કરી અભિયાનની શરૂઆત: હમાસ
પેલેસ્ટાઈન આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર એવા સમયે રોકેટ છોડવામાં આવ્યું છે જ્યારે તાજેતરમાં ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે અસ્થિર સરહદ પર અઠવાડિયાથી તણાવનું વાતાવરણ હતું.
ADVERTISEMENT
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના નેતા મોહમ્મદ ડેફે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હમાસે ઈઝરાયલ વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશનને ‘ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે. ડેફ અનુસાર, આ ઓપરેશન શરૂ કરવા માટે, હમાસે શનિવારે વહેલી સવારે ઇઝરાયેલ પર 5,000 રોકેટ છોડ્યા છે.
ADVERTISEMENT
ડેફે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમે નક્કી કર્યું છે કે હવે બહુ થયું. અમે તમામ પેલેસ્ટાઈનીઓને ઈઝરાયેલનો મુકાબલો કરવા વિનંતી કરીએ છીએ.” ઈઝરાયેલે મોહમ્મદ ડેફને ઘણી વખત મારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તે દરેક વખતે બચી જાય છે.
Air-raid sirens sound, explosions heard as Hamas launches rocket barrage at Israel
DETAILS: https://t.co/fWLPAP4KAN pic.twitter.com/ed7m9g8Lmp
— RT (@RT_com) October 7, 2023
શું છે ગાઝા પટ્ટીનો સમગ્ર વિવાદ?
ગાઝા પટ્ટી એ એક નાનો પેલેસ્ટિનિયન પ્રદેશ છે, જે ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે ભૂમધ્ય સમુદ્ર કિનારે સ્થિત છે. પેલેસ્ટાઈન એ આરબ અને બહુમતી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. તે ‘હમાસ’ દ્વારા શાસિત છે જે ઇઝરાયેલ વિરોધી આતંકવાદી જૂથ છે. તે એટલા માટે કારણ કે પેલેસ્ટાઇન અને અન્ય ઘણા મુસ્લિમ દેશો ઇઝરાયેલને યહૂદી રાજ્ય તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરે છે.
1947 પછી, જ્યારે યુએનએ પેલેસ્ટાઈનને યહૂદી અને આરબ રાજ્યમાં વિભાજિત કર્યું, ત્યારે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો, જેમાં એક મહત્વનો મુદ્દો તેને યહૂદી રાજ્ય તરીકે સ્વીકારવાનો છે અને બીજો ગાઝા પટ્ટીનો છે જે ઈઝરાયેલની સ્થાપના છે. ત્યારથી, તે ઇઝરાયેલ અને અન્ય આરબ દેશો વચ્ચે સંઘર્ષનું કારણ સાબિત થયું છે.
ADVERTISEMENT