Israel Attack on Syria: હમાસ સાથે યુદ્ધ દરમિયાન સીરિયા પર હુમલો, બે એરપોર્ટ પર રોકેટતી હુમલો

ADVERTISEMENT

Isrial attack on Syeria
Isrial attack on Syeria
social share
google news

Israel Attack on Syria : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હવે સતત અને આક્રમક થતું જઇ રહ્યું છે. બીજી તરફ ઇઝરાયેલે સીરિયાના દમિશ્ક અને અલેપ્પો આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર એક સાથે હવાઇ હુમલો કર્યો છે. આ હુમલામાં ઇરાનથી આવેલા હથિયારોને નિશાન બનાવાયા હોવાનો અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ઇઝરાયેલી સેનાએ દમિશ્ક અને અલેપ્પો હમાઇમથક પર હુમલો કર્યો

ઇઝરાયેલી સેનાએ દમિશ્ક અને અલેપ્પો હવાઇમથક પર હુમલાની પૃષ્ટી કરી છે. સ્થાનીક મીડિયા ચેનલ સાંજે એફએમનું કહેવું છે કે, સીરિયા સેનાએ આ બંન્ને હુમલા અંગે જવાબી કાર્યાહી શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અલેપ્પો એરપોર્ટ પર ઇઝરાયલના હુમલામાં નુકસાન થયું છે પરંતુ કોઇ માણસોનાં મોત નિપજ્યાં હોવાની માહિતી સામે આવી નથી.

સીરિયા સરકારી ટીવી ચેનલો અહેવાલથી સમાચાર

સીરિયાના સરકારી ટીવી ચેનલે સૈન્ય સુત્રોના હવાલાથી જણાવ્યું કે, ગુરૂવારે બપોરે લગભગ 1.50 વાગ્યે ઇઝરાયેલ સેનાએ અલેપ્પો અને દમિશ્ક આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર રોકેટ હુમલો કર્યો હતો. જેના કારણે હવાઇમથકની હવાઇપટ્ટીને નુકસાન પહોંચ્યું છે. આ હુમલો ગાઝામાં ઇઝરાયેલના ગુનાથી વિશ્વનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

ADVERTISEMENT

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા ગાઝાપટ્ટી પર પણ હુમલા યથાવત્ત

બીજી તરફ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) ગાઝા પટ્ટીમાં હમાસના અનેક સ્થળો પર સતત હુમલાઓ કરી રહ્યું છે. ગાઝા પટ્ટીમાં અત્યાર સુધી ઇઝરાયેલના હુમલામાં 1100 કરતા વધારે લોકોનાં મોત તઇ ચુક્યા છે. લોકો સાથે ગાઝાપટ્ટી ખાલી કરવા માટે કહેવાઇ રહ્યું છે.

સાત ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ સતત ખેંચાઇ રહ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધનો ગુરૂવારે છઠ્ઠો દિવસ છે. ગત્ત સાત ઓક્ટોબરે ફિલિસ્તીની આર્મ્સ ગ્રુપ હમાસે ગાઝા પટ્ટીથી રોકેટ હુમલા કરી દીધા હતા. આ હુમલા ઇઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે હુમલાની જવાબદારી લીધી અને તેને ઇઝરાયેલની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ગણાવી હતી. હમાસે ગાઝાપટ્ટીથી આશરે 20 મિનિટમાં 5000 રોકેટ હુમલો કર્યા હતા. એટલું જ નહી ઇઝરાયેલમાં ઘુસણખોરી કરી અને કેટલાક સૈન્ય વાહનો પર કબ્જો કરી લીધો હતો. આ યુદ્ધમાં બંન્ને તરફથી સેંકડો લોકોના મોત થઇ ચુક્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT