શું ભાજપ માત્ર હિંદી પટ્ટીની પાર્ટી છે? PM મોદીએ પોતે આપ્યો આ સવાલનો જવાબ

ADVERTISEMENT

PM Modi about Hindi Party
PM Modi about Hindi Party
social share
google news

PM Narendra Modi Exclusive Interview: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ટુડે ગ્રુપના એડિટર ઇન ચીફ અને ચેરપર્સન અરૂણ પુરી, વાઇસ ચેરપર્સન કલી પુરી અને ગ્રુપ એડિટોરિયલ ડાયરેક્ટર પબ્લિશિંગ રાજ ચેંગપ્પાની સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે અનેક સવાલના જવાબ આપ્યા અને કહ્યું કે, આજે ભાજપ દેશનાં દરેક ખુણામાં છે.

ભાજપ દક્ષિણના એક પણ રાજ્યમાં સત્તા પર નથી

ભારતીય જનતા પાર્ટી દક્ષિણના કોઇ પણ રાજ્યની સત્તામાં નથી. તેમાંથી મોટા ભાગના રાજ્યોમાં મજબુત ક્ષેત્રીય નેતાઓ છે. તો શું ભાજપ માત્ર હિંદી પટ્ટીની પાર્ટી છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સવાલનો જવાબ નામાં આપે છે. ઇન્ડિયા ટુડે ગ્રુપનાં એડિટર ઇન ચીફ અને ચેરપર્સન અરૂણ પુરી, વાઇસ ચેરપર્સન કલી પુરી અને ગ્રુપ એડિટોરિયર ડાયરેક્ટર પબ્લિશિંગ રાજ ચેંગગ્ગાને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ભાજપ અંગે બનાવાયેલી ધારણાનું ખંડન કર્યું.

પીએમ મોદીએ આ વિચારનું ખંડન કર્યું

પીએમ મોદીએ કહ્યું કે, આ ખોટો અંદાજ છે. ભાજપ બનતા સમયથી જ આવી મીથ્યા વાતો સાંભળવામાં આવે છે કે અમે કોણ છીએ અને કોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. ક્યારેક અમને બ્રાહ્મણ વાણીયાની પાર્ટી કહેવામાં આવી, તો ક્યારેક એવી પાર્ટી જે માત્ર હિંદી પટ્ટીની વાત કરે છે. એટલે સુધી કે અમે એવી પાર્ટી પણ કહેવામાં આવી, જેને માત્ર શહેરી મતદાતાઓનું જ સમર્થન છે. પરંતુ એક બાદ એક ચૂંટણીમાં અમે એક પછી એક લેબલને સાબિત કરી દીધી.

ADVERTISEMENT

પીએમ મોદીએ ઉદાહરણો સાથે પોતાની વાત કહી

પીએમ મોદીએ ઉદાહરણો સાથે પોતાની વાત સમજાવતા કહ્યું કે, આજે દેશનો કોઇ ખુણો નથી જ્યાં અમારી પાર્ટીને સમર્થન ન મળતું હોય. કેરળના સ્થાનિક એકમો અંગે અનેક રાજ્યોમાં મુખ્ય વિપક્ષી પાર્ટી થવા સુધી અમારી પાર્ટીના લોકો વચ્ચે જોરદાર કામ કરી રહ્યા છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડમાં અમે મુખ્ય વિપક્ષી દળ છીએ. બિહારમાં લોકોએ પોતાનું પ્રબળ સમર્થન અને જનાદેશ વાસ્તવમાં અમને આપ્યો હતો. છ મહિના પહેલા કર્ણાટકમાં અમારી સરકાર હતી. એટલે સુધી કે આજદિવસ સુધી પોંડીચેરીમાં અમારી સરકાર છે. હાલ અમે 16 રાજ્યોમાં શાસન કરી રહ્યા છીએ અને આઠમાં મુખ્ય વિપક્ષી પાર્ટી છીએ.

    follow whatsapp

    ADVERTISEMENT