ઈરાનમાં પૂર્વ જનરલ સુલેમાનીની કબર પાસે બે ભયાનક બ્લાસ્ટ, 73 લોકોના મોત અને 170થી વધુ ઘાયલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Iran Blast : ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે બે ભયાનક વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 73 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 170 લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાનના પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની ચોથી પુણ્યતિથિ પર તેમની કબર પાસે આયોજિત સમારોહને નિશાન બનાવીને આ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા.

ભયાનક વિસ્ફોટમાં 73 લોકોના મોત

મળતી માહિતી અનુસાર, પહેલો વિસ્ફોટ ઈરાનના કર્માન શહેરમાં પૂર્વ ઈરાની આર્મી જનરલ સુલેમાનીની કબર પાસે થયો હતો. તે પછી બીજો વિસ્ફોટ થયો, જેમાં 73 લોકોના મોત થયા.એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ રસ્તાની બાજુના કબ્રસ્તાન પાસે થયો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વિસ્ફોટ કયા કારણોસર થયો છે કે પછી તે આતંકવાદી હુમલો છે. પૂર્વ જનરલ સુલેમાનીની કબર પાસે આ બ્લાસ્ટ થયા હતા. વિસ્ફોટો બાદ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. હાલ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે છે. કહેવાય છે કે નાસભાગને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ઘટના પાછળ કોણ જવાબદાર

ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર ગેસના કેટલાય કન્ટેનર ફાટ્યા છે. પરંતુ સ્થાનિક અધિકારીએ હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. હજુ સુધી વિસ્ફોટ ગેસ સિલિન્ડરથી થયો હતો કે અન્ય કોઈ વસ્તુથી તેની કોઈ માહિતી મળી નથી. આ ઘટનાને આતંકવાદી હુમલો પણ માનવામાં આવી રહ્યો છે.

સુલેમાની મોત કેવી રીતે થઈ

પૂર્વ જનરલ સુલેમાની 3 જાન્યુઆરી, 2020 ના રોજ બગદાદ એરપોર્ટ પર યુએસ ડ્રોન હુમલામાં ઠાર થયો હતો. સુલેમાની ઈરાનમાં એક શક્તિશાળી વ્યક્તિત્વ હતો. તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમેની પછી દેશના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાતા હતા. તે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની વિદેશી કામગીરી શાખા કુડ્સ ફોર્સના કમાન્ડર હતા. તે ઈરાનના ઈન્ટેલિજન્સ મિશન સાથે સંકળાયેલો હતો. તેણે હમાસ અને હિઝબુલ્લાહ તેમજ ઘણી સહયોગી સરકારો અને સશસ્ત્ર જૂથોને પણ માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ તેમને હથિયારો અને અન્ય જરૂરી સહાય પણ પૂરી પાડી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT