54 વર્ષ બાદ CISFની કમાન સંભાળશે પ્રથમ મહિલા અધિકારી, જાણો કોણ છે નીના સિંહ?
IPS Nina Singh New DG of CISF : CISFના ડાયરેક્ટર જનરલની કમાન પ્રથમ વખત કોઈ મહિલાને સોંપવામાં આવી છે.54 વર્ષમાં પ્રથમ વખત મહિલા અધિકારી નીના…
ADVERTISEMENT
IPS Nina Singh New DG of CISF : CISFના ડાયરેક્ટર જનરલની કમાન પ્રથમ વખત કોઈ મહિલાને સોંપવામાં આવી છે.54 વર્ષમાં પ્રથમ વખત મહિલા અધિકારી નીના સિંહને CISF સુરક્ષા દળની કમાન સોંપવામાં આવી છે. 1969માં રચાયેલી CISFની કમાન્ડ માત્ર પુરૂષ અધિકારીઓ જ સંભાળતા હતા. તેઓ 2021 માં જ CISFમાં જોડાયા હતા. નિવૃત્તિ પહેલા તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નીના સિંહ 31 જુલાઈ 2024 ના રોજ નિવૃત્ત થવાના છે ત્યાં સુધી તેઓ CISF ચીફ રહેશે.
કોણ છે નીના સિંહ?
CISFના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત નીના સિંહ રાજસ્થાન કેડરના 1989 બેચના IPS અધિકારી છે. અગાઉ તે CISFના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG)નો હોદ્દો સંભાળી રહ્યા હતા. નીના સિંહ બિહારના પટનાની રહેવાસી છે. તેણીએ મહિલા કોલેજ, પટનામાંથી અભ્યાસ કર્યો, ત્યારબાદ તેણે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. તેઓ નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો સાથે બે રિસર્ચ પેપર પણ લખ્યા છે.
રાજસ્થાન પોલીસમાં પ્રથમ મહિલા DG
રાજસ્થાન પોલીસમાં DGનું પદ મેળવનારી તે પ્રથમ મહિલા અધિકારી પણ હતા. IPS નીના સિંહે વર્ષ 2000 માં રાજસ્થાન મહિલા આયોગના સભ્ય સચિવનું પદ સંભાળ્યું હતું, જ્યાં તેમણે મહિલાઓ માટે આઉટરીચ અભિયાન ચલાવ્યું હતું. જેમાં આયોગના સભ્યોને વિવિધ જિલ્લાઓની મુલાકાત લઇ મહિલાઓનો સંપર્ક કરી તેમની સમસ્યાઓ સાંભળવા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT