‘બ્રિજભૂષણે મહિલા પહેલવાનોને પરેશાન કરી’, ઈન્ટરનેશનલ રેફરીએ WFIના ચીફ વિરુધ્ધ નિવેદન આપ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: યૌન ઉત્પીડનના આરોપોમાં ઘેરાયેલા રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલી વધુ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય રેફરી જગબીર સિંહે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ જુબાની આપી છે. આજતક સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, એક મહિલા રેસલર બ્રિજભૂષણ ધક્કો મારીને દૂર થઈ ગઈ હતી.

જગબીર સિંહ 2007 થી આંતરરાષ્ટ્રીય કુસ્તી રેફરી છે. એક ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, બ્રિજભૂષણ મહિલા કુસ્તીબાજોની બાજુમાં ઉભા હતા. જેના કારણે મહિલા રેસલરો અસહજ અનુભવી રહી હતી. આટલું જ નહીં, તેમણે જણાવ્યું કે, તેમણે બ્રિજભૂષણને મહિલા રેસલરની બાજુમાં ઊભેલા જોયા હતા. કુસ્તીબાજે બ્રિજભૂષણથી પોતાને છોડાવી, તેણે બ્રિજભૂષણને ધક્કો માર્યો, પછી કંઈક કહીને જતી રહી.

બ્રિજભૂષણે મહિલા પહેલવાનોને પરેશાન કરી-જગબીર સિંહ
જગબીર સિંહે જણાવ્યું કે, મહિલા રેસલર બ્રિજભૂષણની બાજુમાં ઉભી હતી, પરંતુ તે પછી સામે આવી. મેં જોયું કે આ મહિલા રેસલર કેવી પ્રતિક્રિયા આપી રહી હતી અને તે અસહજ હતી. જગબીરે કહ્યું કે, હું ફૂકેતમાં પણ હતો, હું લખનૌમાં પણ હતો અને મેં જોયું કે બ્રિજભૂષણ મહિલા રેસલર્સને હેરાન કરે છે.

ADVERTISEMENT

પોલીસ જાતીય સતામણીનાં 2 કેસની તપાસ કરી રહી છે
હકીકતમાં, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેઓ બ્રિજભૂષણની ધરપકડની માંગ પર અડગ છે. બીજી તરફ દિલ્હી પોલીસે 7 મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર બ્રિજભૂષણ વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે. આ મામલામાં દિલ્હી પોલીસની તપાસ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

દિલ્હી પોલીસની SIT પણ આગામી સપ્તાહ સુધીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી શકે છે. પોલીસે આ કેસમાં 208 લોકોની પૂછપરછ કરી છે. જેમાં ફરિયાદી, સાક્ષીઓ, બ્રિજભૂષણના નજીકના અને પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. આ લોકોની ફરિયાદીઓ દ્વારા કરવામાં આવેલા આરોપો અને એફઆઈઆરમાં નોંધાયેલી ઘટનાઓ અંગે પૂછપરછ કરવામાં આવી છે.

ADVERTISEMENT

પોલીસના જણાવ્યા અનુસાર મામલો ખૂબ જ સંવેદનશીલ છે અને તમામ ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવી રહી છે. કોલ ડિટેઈલ રેકોર્ડનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા વીડિયો અને ફોટોગ્રાફ્સની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

કુસ્તીબાજોએ 15 જૂન સુધી આંદોલન મોકૂફ રાખ્યું
આ મામલે સરકારના આમંત્રણ પર કુસ્તીબાજો કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા હતા. ખેલ મંત્રીના આશ્વાસન પર કુસ્તીબાજોએ તેમનું આંદોલન 15 જૂન સુધી સ્થગિત કરી દીધું છે. કુસ્તીબાજોને ખાતરી આપવામાં આવી છે કે 15 જૂન સુધીમાં સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જૂનના અંત સુધીમાં યોજવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT