1947થી 2022ની મોંઘવારીની સફર, 88 રૂપિયામાં મળતું હતું સોનું
નવી દિલ્હી: 2 દિવસ બાદ ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થશે. દેશ ભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. સરકારે હર ઘર ત્રિરંગા અભિયાન…
ADVERTISEMENT
નવી દિલ્હી: 2 દિવસ બાદ ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થશે. દેશ ભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. સરકારે હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના માધ્યમથી દેશભરમાં 20 કરોડ ઘરો પર ત્રિરંગો ફરકાવવાનું લક્ષ્ય છે.
ભારત છેલ્લા 75 વર્ષથી આઝાદ છે અને દેશમાં સર્વાંગી વિકાસ સાધવામાં આવી રહ્યો છે. છેલ્લા 75 વર્ષમાં દેશે પ્રગતિની નવી ગાથા રચી છે. હવે 5 ટ્રિલિયન ભારતીય અર્થતંત્રની વાત થઈ રહી છે. તમામ અવરોધો છતાં ભારત ઝડપી આર્થિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામવાના સંકેતો દેખાઈ રહી છે. બ્લૂમબર્ગ અને SBI રિસર્ચના રિપોર્ટમાં ભારતને મંદીના ભયથી સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.
મોર્ગન સ્ટેનલીના અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારત 2022-23માં એશિયામાં સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે.આઝાદીના પર્વ નિમિતે આ આંકડા જોઈ ને તમે પણ ચોંકી જશો. આઝાદી સમયે એટલે કે 1947માં એ વખતે એક-બે પૈસા પણ બહુ મહત્વના હતા. એક રૂપિયામાં ઘણું બધું થઈ શકે છે. ચાલો 1947થી આજની સ્થિતિ જોઈએ. ખાસ કરીને ચોખા, ખાંડ, બટાકા, દૂધ, સોના અને પેટ્રોલના ભાવ પર નજર કરીએ.
ADVERTISEMENT
આજે 10 ગ્રામ સોનાની કિમત 52,000 રૂપિયા નજીક છે. જ્યારે 1947 માં 10 ગ્રામ સોનાણી કિમત ફક્ત 88.62 રૂપિયા જ હતા. આજે એક લિટર પેટ્રોલની કિમત 96 રૂપિયા આસપાસ છે. જ્યારે વર્ષ 1947માં એક લિટર પેટ્રોલની કિમત 27 પૈસા હતી.
- વર્ષે 1947માં ચાવલ પ્રતિ કિલો 12 પૈસામાં મળતા હતા જ્યારે 2022માં 40 રૂપિયા પ્રતિ કિલો મળે છે.
- વર્ષે 1947માં ખાંડ પ્રતિ કિલો 40 પૈસામાં મળતી હતી જ્યારે 2022માં 42 રૂપિયા પ્રતિ કિલો મળે છે.
- વર્ષે 1947માં બટાકા પ્રતિ કિલો 25 પૈસામાં મળતા હતા જ્યારે 2022માં 25 રૂપિયા પ્રતિ કિલો મળે છે.
- વર્ષે 1947માં દૂધ પ્રતિ લિટર 12 પૈસામાં મળતું હતું જ્યારે 2022માં 60 રૂપિયા પ્રતિ લિટર મળે છે.
- વર્ષે 1947માં પેટ્રોલ પ્રતિલિટર 25 પૈસામાં મળતું હતું જ્યારે 2022માં 96 રૂપિયા પ્રતિલિટર મળે છે.
- વર્ષે 1947માં 20 રૂપિયામાં સાયકલ મળતી હતી જે આજે 8000 રૂપિયામાં મળે છે.
- વર્ષે 1947માં 140 રૂપિયામાં દિલ્હીથી મુંબઈની હવાઈ મુસાફરી થઈ થતી હતી જે આજે અંદાજે 7000 રૂપિયામાં થાય છે.
- વર્ષે 1947માં 88.62 રૂપિયામાં 10 ગ્રામ સોનું મળતું હતું જે આજે 52,000માં મળે છે.
ADVERTISEMENT