IndiGo Airlines: હવે ઈન્ડિગોની ફ્લાઈટમાં પાઈલટ સાથે મારામારી, VIDEO વાયરલ થયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

IndiGo Airlines Passenger Punches Pilot: પ્લેનમાં મુસાફરોએ હંગામો મચાવ્યો અને ક્રૂ પર હુમલો કરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ફ્લાઈટમાં મોડું થવાથી ગુસ્સે થયેલા એક વ્યક્તિએ પાઈલટ પર હુમલો કર્યો હતો. હવે જે મુસાફર પર આ ઘટનાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તેની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલ આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધો છે.

ફ્લાઇટમાં પાઇલટ સાથે મારામારીની ઘટના

આ ઘટના રવિવારે સાંજે 7 વાગ્યે બની હતી. ફ્લાઇટ 6E 2175 દિલ્હીથી ગોવા જવા તૈયાર હતી. આરોપીની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. પેસેન્જરને પ્લેનમાંથી નીચે ઉતારીને પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ આ ઘટના અંગે એફઆઈઆર નોંધી. હુમલાનો ભોગ બનેલા પાયલટનું નામ અનુપ કુમાર છે. તેણે પોલીસને જણાવ્યું કે પ્લેનમાં પેસેન્જરે ગેરવર્તણૂક કરી અને કો-પાયલટ પર હુમલો કર્યો. આ ઉપરાંત તેણે પ્લેનમાં પણ ઘણો ઉપદ્રવ સર્જ્યો હતો.

ADVERTISEMENT

વાયરલ વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?

વાયરલ વીડિયો પેસેન્જર સીટ પરથી શૂટ કરવામાં આવ્યો છે. જોવા મળે છે કે પાઈલટ અને અન્ય ક્રૂ મેમ્બર ઉભા થઈને કોઈ જાહેરાત કરી રહ્યા છે. અચાનક એક વ્યક્તિ ઝડપથી દોડી અને પાયલટ પર હુમલો કરે છે. આ ઘટના બાદ ફ્લાઈટમાં હાજર પેસેન્જર્સ અને એર હોસ્ટેસ અવાજ કરવા લાગ્યા.

શું છે સંપૂર્ણ મામલો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ઈન્ડિગો પ્લેનમાં બની હતી. જો કે તે કયું વિમાન હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એરક્રાફ્ટના પ્રારંભિક ક્રૂએ FDTL એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશનનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે નવા પાઇલોટ્સ એરક્રાફ્ટમાં આવ્યા હતા અને જાહેરાત કરી રહ્યા હતા. ખાસ વાત એ છે કે ફ્લાઇટ ઘણી મોડી પડી હતી.

ADVERTISEMENT

આ દરમિયાન પીળા રંગની હૂડી પહેરેલ એક યુવક આવ્યો અને તેણે પાયલટ પર હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં સાંભળી શકાય છે કે તેને મારનાર વ્યક્તિ અને એર હોસ્ટેસ વચ્ચે ઝઘડો થયો હતો. એક તરફ વ્યક્તિ કહી રહ્યો છે, ‘ફલાઇટ ઉડાવી હોય તો ઉડાવ, જો ન ઉડાવી તો ગેટ ખોલો…’ અમે કેટલા સમયથી અહીં બેઠા છીએ?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT