માલદીવ વિવાદ બાદ ભારતના પક્ષે આવ્યું ઇઝરાયેલ, લક્ષદ્વીપમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી

ADVERTISEMENT

Israel about India and maldives
Israel about India and maldives
social share
google news

નવી દિલ્હી : ભારતના મિત્ર ઇઝરાયલે પણ માલદીવને અરીસો દેખાડ્યો છે અને લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતાના ખુબ જ વખાણ કર્યા છે. સાથે જ તેમણે લક્ષદ્વીપ અંગે એક મોટી જાહેરાત પણ કરી છે. ઇઝરાયલે કહ્યું કે, તેઓ આ કેન્દ્રશાસિત પ્રદેશણાં કાલથી સમુદ્રી પાણી સ્વચ્છ કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના મંત્રીઓની અપમાનજનક ટિપ્પણીઓ બાદ બંન્ને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે. હવે ભારતના મિત્ર ઇઝરાયલે પણ માલદીવને અરિસો દેખાડતા લક્ષદ્વીપના પ્રાકૃતિક સુંદરતાના ખુબ જ વખાણ કર્યા છે. સાથે જ તેમણે લક્ષદ્વીપ અંગે મોટી જાહેરાત પણ કરી દીધી છે. ઇઝરાયલે કહ્યું કે, તેઓ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કાલથી સમુદ્રી પાણીને સ્વચ્છ કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.

ભારતમાં ઇઝરાયેલ દૂતાવાસે પોતાના એક્સ હેન્ડલ પર લક્ષદ્વીપની કેટલીક તસ્વીરો શેર કરતા લખ્યું કે, ડિસેલિનેશન પ્રોજેક્ટ શરૂ કરવાની ભારત સરકારની અપીલ અંગે અમે ગત્ત વર્ષે લક્ષદ્વીપ ગયા હતા. ઇઝરાયેલ કાલથી જ આ યોજના પર કામ શરૂ કરવા માટે તૈયાર છે. આ તસ્વીરો તે લોકો માટે છે જે હજી સુધી લક્ષદ્વીપની સુંદરને નથી નિહાળી શક્યા. આ તસ્વીરોમાં આ દ્વીપના મનમોહક અને આકર્ષક દ્રશ્યને જોઇ શકાય છે.

ADVERTISEMENT

We were in #Lakshadweep last year upon the federal government's request to initiate the desalination program.

Israel is ready to commence working on this project tomorrow.

For those who are yet to witness the pristine and majestic underwater beauty of #lakshadweepislands, here… pic.twitter.com/bmfDWdFMEq

— Israel in India (@IsraelinIndia) January 8, 2024

શું છે ડિસેલિનેશન

લક્ષદ્વીપ એક દ્વીપ સમુહ છે. જ્યાં પીવાના મીઠા પાણીની સમસ્યા છે. ઇઝરાયેલ પાસે સમુદ્રી પાણીને પીવાના મીઠા પાણીમાં બદલવાની ટેક્નીક છે. જેને ડિસેલિનેશન કહે છે. જેના હેઠળ ખારા પાણીમાં રહેલા ખનીજો અને અશુદ્ધીઓને છુટા પાડીને પાણીને પીવા યોગ્ય બનાવાયા છે. ઇઝરાયેલ પણ મોટો સમુદ્રી કિનારો ધરાવે છે અને ત્યાંની જમીન રેતીલી છે. માટે ત્યાં પણ પાણીની એટલી જ સમસ્યા છે. જો કે ઇઝરાયેલ સમુદ્રના પાણીને મીઠુ કરીને પીવે છે. લક્ષદ્વીપમાં પર્યટનને વધારવા માટે ડિસેલિનેશન ટેક્નોલોજી ખુબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે.

ADVERTISEMENT

માલદીવ સાથે કેમ ટેન્શન વધ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે માલદીવ સરકારના મંત્રી મરિયમ શિઉનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર PM મોદી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. વડાપ્રધાન મોદીએ પોતાના લક્ષદ્વીપ યાત્રા બાદ ત્યાંની પ્રાકૃતિક સુંદરતાના વખાણ કરતા કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા. આ તસ્વીરો અંગે મરિયમે ટિપ્પણી કરતા PM ને જોકર અને ઇઝરાયેલની કઠપુતળી ગણાવ્યા હતા. ભારતીયોનો રોષ જોઇને તે મંત્રીએ તે ટ્વીટ ડિલીટ કર્યું હતું. મંત્રીએ પોતાનું પદ પણ ગુમાવવું પડ્યું હતું. જો કે ત્યાં સુધીમાં વિવાદ ખુબ જ ઉગ્ર થઇ ગયો હતો. બોયકોટ માલદીવ ટ્રેન્ડમાં આવ્યું હતું. વિવાદ વધતા આખરે મોહમ્મદ મુઇજ્જુ સરકારે નિવેદન બહાર પાડીને માલદીવ સરકારના પોતાના મંત્રીઓને ટિપ્પણીઓને તેમની અંગત ટિપ્પણી ગણાવી હતી. સમગ્ર મામલે દેશ અને પક્ષે છેડો ફાડી લીધો હતો. કડક કાર્યવાહી કરતા મરિયમ શિઉના, માલશા અને હસન જિહાનને તત્કાલ અસરથી હટાવ્યા હતા.

ADVERTISEMENT

માલદીવમાં સૌથી વધારે પ્રવાસી ભારતથી આવે છે

ડિસેમ્બર 2023 સુધીમાં માલદીવ આવનારા પર્યટકોમાં સૌથી વધારે ભારતીયો હતા. માલદીવ પર્યટન મંત્રાલયના અનુસાર 13 ડિસેમ્બર સુધીમાં કુલ 18 લાખ જેટલા લોકોએ આ દેશની મુલાકાત લીધી. જેમાં સૌથી વધારે ભારતીયો, ત્યાર બાદ રશિયા અને ત્યાર બાદ ચીની સૌથી વધારે છે.

    follow whatsapp

    ADVERTISEMENT