હવે ચીન ફસાશે… પોતાના પ્લાનમાં ભારતને મોટી સફળતા, G20 માંથી 5 મહત્વની ખુશ ખબરી

ADVERTISEMENT

G-20 Summit india has a historic movment
G-20 Summit india has a historic movment
social share
google news

G-20 Summit ના પહેલા દિવસે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યૂરોપ કનેક્ટિવિટી કોરિડોર લોન્ચ થયું. તેમાં સૌથી મોટો ફાયદો એ થશે કે ઇન્ફ્રાડીલથી શિંપિંગ સમય અને પડતર ઓછો થશે, જેના કારણે વેપાર સસ્તો અને ઝડપી થશે. તે ચીનની માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ભારત માટે આ સમિટ સૌથી વધારે ફાયદાકારક રહ્યું

ભારતની અધ્યક્ષતામાં રાજધાનીમાં થઇ રહેલું જી 20 શિખર સમ્મેલન અત્યાર સુધીનું સૌથી સફળ સમિટ માનવામાં આવી રહ્યું છે. જી 2- નેતાઓએ આ સમ્મેલનના પહેલા દિવસે જ્યાં ગંભીર પડકારો પર ચર્ચા કર્યા બાદ અને નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં મિડલ ઇસ્ટ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર લોન્ચ અને આફ્રીકન યૂનિયનની એન્ટ્રી પર મહોર લાગી.આ બીજો દિવસ પણ ગ્રુપમાં રહેલા તમામ દેશોએ નવી દિલ્હી ઘોષણાપત્રને અપનાવ્યું હતું. પીએમ નરેન્દ્ રમોદીએ આ વાતની માહિતી શેર કરી. આ શિખર સમ્મેલનની પાંચ મહત્વની વાતો…

નવી દિલ્હી ઘોષણાપત્ર અંગે સંમતી

G-20 સભ્ય દેશો વચ્ચે સૌની સંમતીથી નવી દિલ્હી લીડર્સ સમિટ ડેકલેરેશનને અપનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં શિખર સમ્મેલનના બીજા સત્રને સંબોધિત કરતા તેની જરૂરી માહિતી શેર કરી. તેમણે કહ્યું કે, હાલ સારા સમાચાર મળી રહ્યા છે કે આપણી મહેનત અને સહયોગના કારણે નવી દિલ્હી જી-20 લીડર્સ શિખર સમ્મેલનની જાહેરાત પર સામાન્ય સંમતિ બની ચુકી છે. હું પોતાના મંત્રિઓ, શેરપા અને તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે પોતાની આકરી મહેનતથી તેને શક્ય બનાવ્યું. ઉલ્લેખનીય છે કે, પહેલા રશિયા-યુક્રેનના મુદ્દા ઘોષણાપત્રને મંજૂરી મળવામાં થતી સમસ્યાઓ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT