ભારત સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, 232 લોન અને સટ્ટાબાજીની એપ પર લગાવ્યો પ્રતિબંધ, ચીન સાથે હતી લિંક?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારત સરકારે ચાઈનીઝ કનેક્શન સાથે લોન અને સટ્ટાબાજી માટે લગભગ 125 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ એપ્સ પર કાર્યવાહી કરી છે. ભારત સરકારે 138 સટ્ટાબાજીની એપ અને 94 લોન આપતી એપ પર પ્રતિબંધ મૂક્યો છે. જે ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે ખતરા સમાન હતી.

આ એપ્સ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ચીન સાથે સંબંધિત હતી.   આ એપ્સને ઈમરજન્સી અને તાત્કાલિક બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કુલ 232 એપ્સને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ એપ્સને આઈટી એક્ટની કલમ 69 હેઠળ પ્રતિબંધિત કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે આ અંગે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને જાણ કરી હતી. જે બાદ આ એપ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ્સ રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરો ઉભો કરવા જઈ રહી હતી.

થર્ડ પાર્ટી વેબસાઇટ્સ પરથી થઈ રહી છે ડાઉનલોડ
મોટાભાગની એપ્લિકેશનો સ્માર્ટફોન પર ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી. પરંતુ અહેવાલો સૂચવે છે કે સટ્ટાબાજીની એપ્લિકેશનો અને રમતો થર્ડ પાર્ટીની લિંક્સ અથવા વેબસાઇટ્સ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ઘણી એપ્સ સોશિયલ મીડિયા સાઇટ્સથી સીધી ઑનલાઇન પણ રમી શકાય છે.

ADVERTISEMENT

આમાંની ઘણી એપ ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય અથવા MIB એ જણાવ્યું છે કે, ભારતના મોટાભાગના ભાગોમાં સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019, કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટ 1995 અને IT નિયમ 2021 હેઠળ પણ તેને ઉમેરવા પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો: તો હૈદરાબાદમાં થયો હોત આતંકી હુમલો.. પાકિસ્તાનનું ભયાનક કાવતરું આવ્યું બહાર

ADVERTISEMENT

ઓનલાઈન એડને આપ્યું આ સુચન
MIB એ ઓનલાઈન એડવર્ટાઈઝિંગ કંપનીઓને પણ સુચન આપ્યું છે કે તેઓ ભારતીય દર્શકોને આવી જાહેરાતો ન બતાવે. આનાથી ઘણા લોકોની આર્થિક અને સામાજિક-આર્થિક સ્થિતિ બગડી શકે છે. તેને ધ્યાનમાં રાખીને આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT