ઓસ્ટ્રેલિયામાં ભારતીય યુવતી સાથે ક્રૂરતા, બ્રેકઅપ થતા પૂર્વ BFએ ગળું કાપીને જીવતી દાટી દીધી
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક 21 વર્ષની ભારતીય યુવતીની તેના પૂર્વ બોયફ્રેન્ડ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. બ્રેકઅપનો બદલો…
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક 21 વર્ષની ભારતીય યુવતીની તેના પૂર્વ બોયફ્રેન્ડ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. બ્રેકઅપનો બદલો લેવા તેણે યુવતીનું અપહરણ કરીને તેને જીવતી દાટી દીધી હતી. પીડિત યુવતીની ઓળખ જાસ્મીન કૌર તરીકે થઈ છે. જ્યારે, હત્યાને અંજામ આપનાર પૂર્વ બોયફ્રેન્ડ પણ ભારતનો છે. તેનું નામ તારિકજોત સિંહ છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
આરોપી યુવતીનો પીછો કરતો હતો
એડિલેડ શહેરમાં રહેતી જાસ્મીન કૌરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તારિકજોત તેનો પીછો કરે છે. તેના એક મહિના પછી માર્ચ 2021માં તેની હત્યા કરવામાં આવી હતી. જાસ્મીનનું 5 માર્ચ, 2021 ના રોજ તેની ઓફિસમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું, અને કારની ડેકીમાં કેબલ વાયરથી બાંધીને 644 કિમી દૂર લઈ જવામાં આવી હતી. હત્યારા યુવકે તેના ફ્લેટમેટ પાસેથી કાર ઉધાર લીધી હતી. PTIએ બુધવારે ન્યૂઝ AUના માધ્યમથી આ માહિતી આપી હતી.
કબરમાં યુવતી ગૂંગળાઈ ગૂંગળાઈને મરી
જાસ્મીનના ગળા પર ઘા કર્યા બાદ તારિકજોતે તેને જમીનમાં દાટી દીધી હતી. ત્યાં સુધી કૌરનું મૃત્યુ થયું ન હતું. તેને જીવતી દાટી દેવામાં આવી અને 6 માર્ચે તેનું અવસાન થયું. તારિકજોત સિંહને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેનો ગુનો કેટલો ભયાનક હતો તેની માહિતી સામે આવી હતી. પ્રોસિક્યુટર કાર્મેન માટેઓ જણાવ્યું હતું ,કે હત્યા તરત જ થઈ નથી. છોકરીને ઘણું સહન કરવું પડ્યું. માટેઓએ કહ્યું કે, તેને જાણી જોઈને પીડા સહન કરવી પડી, તે માત્ર શ્વાસ લેવામાં અને માટી ગળવામાં સક્ષમ હશે અને આ રીતે મળેલું મોત ખૂબ જ ભયાનક હતું.
ADVERTISEMENT
બ્રેકઅપ થતા લીધો ભયાનક બદલો
સજા સાથે જોડાયેલી દલીલો સાંભળવા માટે જાસ્મીન કૌરની માતા સહિત સમગ્ર પરિવાર કોર્ટમાં હાજર હતો. સુનાવણીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તારિકજોતે હત્યાની યોજના બનાવી કારણ કે તે તેના બ્રેકઅપથી બહાર નીકળી શક્યો ન હતો. માટેઓએ કહ્યું, “જે રીતે જાસ્મિનની હત્યા કરવામાં આવી, તે ખરેખર ક્રૂરતાનું અસામાન્ય સ્તર છે.” તેનું ગળું ક્યારે કાપવામાં આવ્યું હતું તે જાણી શકાયું નથી અને કબરમાં તેને ક્યારે અને કેવી રીતે દફનાવવામાં આવી હતી તે પણ જાણી શકાયું નથી. કબર ક્યારે ખોદવામાં આવી તે પણ જાણી શકાયું નથી. માત્ર એટલું જ જાણી શકાય છે કે આ એક બદલા માટેની હત્યા હતી.
હત્યા કરતા પહેલા મેસેજ લખવામાં આવ્યા હતા
જાસ્મિનની હત્યા કરતા પહેલા તારિકજોત સિંહે તેના માટે ઘણા મેસેજ પણ લખ્યા હતા, પરંતુ તે મોકલવામાં આવ્યા ન હતા. તેણે લખ્યું હતું, ‘તરું દુર્ભાગ્ય છે કે હું હજી જીવતી છે, ચીપ… રાહ જુઓ અને જુઓ, જવાબ મળશે, દરેકને જવાબ મળશે.’ છોકરાએ શરૂઆતમાં હત્યાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જાસ્મીને આત્મહત્યા કરી હતી અને લાશને દફનાવી દીધી હતી, પરંતુ આ વર્ષની શરૂઆતમાં ટ્રાયલ શરૂ થાય તે પહેલાં તેણે ગુનો કબૂલ કર્યો હતો.
ADVERTISEMENT
તે અધિકારીઓને ક્રાઈમ સીન પર લઈ ગયો, જ્યાં જાસ્મીનના જૂતા, ચશ્મા, આઈડી કાર્ડ અને પાવડો કેબલ વાયરની સાથે ડસ્ટબીનમાં મળી આવ્યો. તારિકજોત સિંહને આજીવન કેદની સજા ભોગવવી પડી શકે છે. કોર્ટ આવતા મહિને નોન-પેરોલનો સમયગાળો લાદશે. તેના વકીલો ઈચ્છે છે કે તેને સજા સંભળાવવામાં દયા બતાવવામાં આવે.
ADVERTISEMENT
ADVERTISEMENT