સ્વિત્ઝરલેન્ડમાં લહેરાયો ત્રિરંગો, સાત્વિક-ચિરાગની જોડીએ બેડમિન્ટનમાં ઇતિહાસ રચ્યો, પહેલીવાર જીત્યું ટાઇટલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : બેડમિન્ટનમાં ભારતે મોટી સફળતા મળી છે. સ્વિસ ઓપન સુપર સિરિઝ 300 ટુર્નામેન્ટમાં સાત્વિક સાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સ ટાઈટલ જીતી લીધું છે. સાત્વિક અને ચિરાગની જોડીએ બ્રસેલ્સમાં રમાયેલી આખરી મેચમાં ચીનના રેન જિયાંગ યુ અને તાન કિએંગની જોડીને 54 મિનિટના મુકાબલામાં 21-19, 24-22થી જીત મેળવી લીધો હતો. સાત્વિક-ચિરાગે પહેલી વખત સ્વિસ ઓપનનું ટાઇટલ જીત્યું છે. ઓક્ટોબર 2022માં ફ્રેન્ચ ઓપન સુપર 750 જીત્યા બાદ આ તેનું પ્રથમ ટાઇટલ જીત્યું છે.

ફાઇનલમાં શરૂઆતથી જ સાત્વિક-ચિરાગની જોડી જોરદાર લયમાં
ફાઇનલ મેચમાં શરૂઆતથી જ સાત્વિક-ચિરાગની જોડી જોરદાર લયમાં જોવા મળી હતી. સાત્વિક-ચિરાગે પ્રથમ ગેમ 21-19ના માર્જિનથી જીતી લીધી હતી. જોકે બીજી ગેમમાં ચીની ખેલાડીઓએ ભારતીય જોડીને જબરજસ્ત ટક્કર આપી હતી. સાત્વિક-ચિરાગે નાજુક પળોમાં તેમની ગતિ જાળવી રાખી હતી. હરીફોને પછાડીને ખિતાબ જીતી લીધો હતો. સાત્વિક અને ચિરાગની જોડીએ સેમી ફાઈનલમાં ત્રીજો સીડ ધરાવતી ઓંગ યુ સિન અને ટીઓ ઈ યીની જોડીને 21-19 17-21-21-17થી પરાજીત કરી શકી નથી. અગાઉ ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કના જેપી બે અને લાસે મોલ્હડેને 15-21, 21-11, 21-14 થી પરાજીત કર્યા હતા.

ADVERTISEMENT

વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે ચિરાગ-સાત્વીકની જોડી
વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન ધરાવતા સાત્વિક-ચિરાગે 2022માં ત્રણ ટાઈટલ જીત્યા હતા. જેમાં કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. બંનેએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. સાત્વિક છેલ્લા ઘણા સમયથી ઈજાઓથી પડાઇ રહ્યો હતો. તેણે ફેબ્રુઆરીમાં યોજાયેલી એશિયન મિક્સ્ડ ટીમ બેડમિંટન ચેમ્પિયનશીપ ગુમાવવી પડી હતી. તાજેતરમાં યોજાયેલી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં સાત્વિક-ચિરાગને પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગયા હતા. હવે તેઓએ સ્વિસ ઓપન જીતીને શાનદાર પુનરાગમન કર્યું છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

સ્વિસ ઓપનમાં અન્ય ખેલાડીઓનો દેખાવ નિરાશાજનક રહ્યો
સાત્વિક-ચિરાગને બાદ કરતાં સ્વિસ ઓપનમાં ભારતના અન્ય તમામ ખેલાડીઓનો દેખાવ ખુબ જ નિરાશાજનક રહ્યો હતો. પીવી સિંધુ વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં અને લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઇ હતી. આ સાથે જ કિદામ્બી શ્રીકાંત અને એચએસ પ્રણય પણ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. ગાયત્રી ગોપીચંદ અને જોલી ટ્રિસા પણ ખાસ કમાલ કરી શક્યા નહોતા.

    follow whatsapp

    ADVERTISEMENT