Indian Army: ભારતીય સેના માટે Good News, 1 જાન્યુઆરીથી નવી પ્રમોશન પોલિસી થશે લાગુ, જાણો કોને થશે ફાયદો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Indian Army Promotion Policy: જો તમે ભારતીય સેનામાં જોડાવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય સેના (Indian Army)ની નવી પ્રમોશન પોલિસી 1 જાન્યુઆરી, 2024થી લાગુ થઈ જશે. કર્નલથી લઈને લેફ્ટનન્ટ જનરલ કે તેનાથી ઉપરની રેન્કના સૈન્ય અધિકારીઓને આ પોલિસીનો લાભ મળશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ પોલિસી હેઠળ દર વર્ષે એક બેચને સામેલ કરવામાં આવશે અને તે બેચના તમામ અધિકારીઓને પ્રમોશન માટે કંસીડર કરવામાં આવશે.

પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે પોલિસી

ભારતીય સેનાના અધિકારીનું કહેવું છે કે ઈન્ડિયન આર્મી તરફથી એક વ્યાપક પ્રમોશન પોલિસી લાવવામાં આવી છે. જોકે, આ પોલિસી નવા વર્ષથી લાગુ થશે. સુરક્ષા દળોના બાહ્ય અને આંતરિક પડકારોને ધ્યાનમાં રાખીને આ પ્રમોશન પોલિસીને તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત હાલમાં સેનાની સામે ઉભરી રહેલા પડકારોનો સામનો કરવા માટે વધુ સારા નેતૃત્વ અને તે પરિસ્થિતિને સમજતા લોકોની અછત પૂરી થશે.

દર વર્ષે થશે પ્રમોશન

નવી પ્રમોશન પોલિસી હેઠળ દર વર્ષે એક બેચનો સમાવેશ કરવામાં આવશે. એક બેચ એટલે એક વર્ષે સેનામાં ભરતી થનારાના લોકોનો સમાવેશ કરાશે. જોકે, અત્યાર સુધી ઘણીવાર કોઈ વર્ષે પ્રમોશન નહોતું થતું, પરંતુ હવે આ નીતિ અંતર્ગત દર વર્ષે એક બેચનું પ્રમોશન નિશ્ચિત છે. હવે ભરતીની પ્રક્રિયા ત્રણ વર્ષના રોલિંગ મોડલ અનુસાર થશે. જેમ કે આવતા વર્ષે આર્મી ઇન્ફન્ટ્રીમાં બ્રિગેડિયર રેન્કના 5 અધિકારીઓ રિટાયર થાય છે, તો એટલા જ કર્નલોને પ્રમોશન આપીને બ્રિગેડિયર બનાવી દેવામાં આવશે. આ પછી આગામી વર્ષમાં નિવૃત્ત થનારા લોકોના આધારે ભરતી કરવામાં આવશે.

ADVERTISEMENT

રોલિંગ મોડલથી થશે ભરતી

નવી પ્રમોશન પોલિસી અંતર્ગત હવે ત્રણ વર્ષના ધોરણે પ્રમોશન અને ભરતી થશે. એ જોવામાં આવશે કે આગામી ત્રણ વર્ષમાં કેટલા લોકો રિટાયર થઈ રહ્યા છે, કોને પ્રમોશન મળશે અને કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવાની છે. આ નીતિનો ફાયદો કમાન્ડ રેન્કના મેડિકલી ફિટ અધિકારીઓને જ મળશે. જે અધિકારીઓનું પ્રમોશન થશે, તેમનું મેડિકલ ફિટનેસ પણ ચેક કરવામાં આવશે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT