શું Hafiz Saeedને લવાશે ભારત? કેન્દ્ર સરકારે પાકિસ્તાન પાસે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીના પ્રત્યાર્પણની કરી માંગ
ભારતે પાકિસ્તાન પાસે લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને ખતરનાક આતંકવાદી હાફિઝ સઈદને સોંપવાની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,…
ADVERTISEMENT
ભારતે પાકિસ્તાન પાસે લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને ખતરનાક આતંકવાદી હાફિઝ સઈદને સોંપવાની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે પાકિસ્તાની વિદેશ મંત્રાલય પાસે ઔપચારિક માંગ કરી છે. તમને જણાવી દઈએ કે, હાફિઝ સઈદ પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. ભારત સરકારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયને હાફિઝ સઈદને ભારતને પ્રત્યાર્પણ કરવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની અપીલ કરી છે. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી.
ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે હાફિઝ સઈદ
હાફિઝ સઈદ પાકિસ્તાની આતંકવાદી છે અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક છે અને હાફિઝ સઈદ જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ છે. ભારતમાં તે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. વર્ષ 2008માં મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલાનો અને પુલવામાં હુમલાનો પણ હાફિઝ સઈદ માસ્ટરમાઇન્ડ છે. થોડા વર્ષો પહેલા સુધી હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો હતો અને તેના સંગઠન માટે દાન એકત્રિત કરતો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યા પછી વર્ષ 2019માં હાફિઝ સઈદની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી અને તેને આતંકવાદીઓને આર્થિક મદદ કરવાના આરોપમાં 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ગત વર્ષે પણ પાકિસ્તાનની કોર્ટે હાફિઝ સઈદને આતંકવાદી ઘટનાઓ માટે પૈસા ભેગા કરવાના આરોપમાં 31 વર્ષની જેલની સજા ફટકારી હતી.
અમેરિકાએ જાહેર કર્યું છે ઈનામ
અમેરિકાએ પણ હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે અને તેના પર એક કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઈદ પાકિસ્તાનની જેલમાં હોવા છતાં તેની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ પણ લાહોર બેઠક પરથી પાર્ટીનો ઉમેદવાર છે. પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ પ્રતિબંધિત સંગઠન જમાત ઉદ દાવાની રાજકીય પાંખ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT