વિપક્ષી મહાગઠબંધન I.N.D.I.A. ની હવેની રણનીતિ દિલ્હીમાં થશે નક્કી, કોંગ્રેસ નેતાએ આગામી બેઠકની તારીખ કરી જાહેર
I.N.D.I.A. Alliance : કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વિપક્ષી મહાગઠબંધનની આગામી રણનીતિ માટે યોજવાનારી બેઠકને લઈ મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે I.N.D.I.A. એલાયન્સની ચોથી…
ADVERTISEMENT
I.N.D.I.A. Alliance : કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વિપક્ષી મહાગઠબંધનની આગામી રણનીતિ માટે યોજવાનારી બેઠકને લઈ મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે I.N.D.I.A. એલાયન્સની ચોથી બેઠક 19 ડિસેમ્બરના રોજ યોજાશે.છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ વિપક્ષી મહાગઠબંધનની આ પ્રથમ બેઠક થવા જઈ રહી છે.
INDIA की पार्टियों के नेताओं की चौथी बैठक मंगलवार 19 दिसंबर 2023 को नई दिल्ली में दोपहर 3 बजे से होगी।
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 10, 2023
The 4th meeting of the leaders of INDIA parties will be held on Tuesday December 19th, 2023 in New Delhi at 3pm.
जुड़ेगा भारत
जीतेगा INDIA!
કોંગ્રેસ નેતાએ પોસ્ટ કરી આપી જાણકારી
કોંગ્રેસ નેતાએ આજે પોસ્ટ કરતાં લખ્યું કે, “એક થશે ભારત, જીતશે I.N.D.I.A.” પક્ષો વચ્ચેની ખેંચતાણ વચ્ચે વિપક્ષી એકતા પર સંકટના વાદળો ઘેરાયા છે. જયરામ રમેશની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે મહાગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે તણાવ જોવા મળી રહી છે અને વિપક્ષની એકતા જોખમમાં છે.
ADVERTISEMENT
આ બેઠકમાં બેઠકોની વહેંચણી રહેશે મુખ્ય એજન્ડા
આ બેઠક 2024ની રણનીતિ બનાવવા 19 ડિસેમ્બરે દિલ્હી ખાતે યોજવા જઈ રહી છે. એવામાં એવી માહિતી સામે આવી રહી છે કે I.N.D.I.A. એલાયન્સની આગામી બેઠકમાં સીટ શેર એગ્રીમેન્ટ પર કામ કરવા અંગેની ચર્ચા કરી શકે છે. I.N.D.I.A. ગઠબંધનના ઘણા પક્ષો રાજ્યોમાં બેઠકોની વહેંચણી અંગે ઝડપથી નિર્ણય લેવા દબાણ કરી રહ્યા છે. કોંગ્રેસ આ ગઠબંધનમાં બિગ બ્રધરની ભૂમિકા ભજવવા માંગે છે, પરંતુ ચૂંટણી હાર્યા બાદ તેને મોટો ઝટકો લાગ્યો છે. આવી સ્થિતિમાં ગઠબંધનમાં સામેલ પક્ષોના સીટ શેર પર દબાણ લાવવા પાછળનો તર્ક એ છે કે આનાથી ઉમેદવારોને પ્રચાર કરવા માટે પૂરતો સમય મળશે.
ADVERTISEMENT