કેરળમાં 11 મહિલાઓએ 25-25 રૂપિયા ભેગા કરી ખરીદી લોટરીની ટિકિટ, લાગ્યો 10 કરોડનો જેકપોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કેરળમાં ઉછીના લીધેલા પૈસાથી 11 મહિલાઓ રાતોરાત કરોડપતિ બની ગઈ. આ મહિલાઓ પાસે થોડા અઠવાડિયા પહેલા લોટરીની ટિકિટ ખરીદવા માટે 250 રૂપિયા પણ નહોતા અને હવે તેમને 10 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. જ્યારે મહિલાઓએ થોડા અઠવાડિયા પહેલા 250 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદવા માટે પૈસા એકઠા કરવાનું નક્કી કર્યું ત્યારે તેમના પર્સમાં 25 રૂપિયા પણ નહોતા.

તેમાંથી એકે પોતાનું નસીબ અજમાવવા માટે એક પરિચિત પાસેથી નાની રકમ પણ ઉછીના લીધી હતી.આ 11 મહિલાઓ કેરળની પરપ્પનંગડી મ્યુનિસિપાલિટી હેઠળ હરિત સેનામાં કચરો ઉપાડવાનું કામ કરે છે. આ મહિલાઓએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેઓ એક ક્ષણમાં કરોડપતિ બની જશે. બુધવારે યોજાયેલા ડ્રો બાદ કેરળ લોટરી વિભાગ દ્વારા તેને રૂ. 10 કરોડના મોનસૂન બમ્પરનો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

સાથીદારો પાસેથી પૈસા ભેગા કરીને ટિકિટ ખરીદનાર રાધાએ ઉત્સાહમાં કહ્યું, ‘અમે પહેલા પણ પૈસા ભેગા કરીને લોટરીની ટિકિટ ખરીદી છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે અમે કોઈ મોટી રકમ જીતી છે. અન્ય એક મહિલાએ કહ્યું કે તે આતુરતાથી ડ્રોની રાહ જોઈ રહી હતી, પરંતુ જ્યારે કોઈએ તેને કહ્યું કે પડોશી પલકડમાં વેચાયેલી ટિકિટે પ્રથમ ઇનામ જીત્યું છે ત્યારે તેણે દુખ થયું હતું.

ADVERTISEMENT

લોટરી લગતા આવ્યા ઉત્સાહમાં
તેણે કહ્યું, ‘જ્યારે આખરે ખબર પડી કે અમને જેકપોટ મળી ગયો છે, ત્યારે ઉત્સાહ અને ખુશીનું કોઈ પાર રહ્યો ન હતો. બધા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને પૈસા તેમને સમસ્યાઓના ઉકેલમાં ઘણી હદ સુધી રાહત આપશે. મહિલાઓને જીવન નિર્વાહ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને હરિતા કર્મ સેનાના સભ્યો તરીકે તેઓને મળતો નજીવો પગાર તેમના પરિવાર માટે એકમાત્ર આવક છે.

લોટરી લાગી તે ખૂબ મહેનતુ છે
હરિતા કર્મ સેના ઘરો અને સંસ્થાઓમાંથી બિન-બાયોડિગ્રેડેબલ કચરો ઉપાડે છે. જેને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવે છે. નગરપાલિકામાં હરિતા કર્મ સેના કોન્સોર્ટિયમના પ્રમુખ શીજાએ જણાવ્યું હતું કે આ વખતે ભાગ્યએ સૌથી વધુ લાયક મહિલાઓની તરફેણ કરી છે. તેમણે કહ્યું કે તમામ વિજેતાઓ ખૂબ જ મહેનતુ છે અને તેમના પરિવાર માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે. તેણે કહ્યું, ‘ઘણા લોકોને દેવું ચૂકવવાનું છે . દીકરીઓના લગ્ન કરાવવાના હોય છે. અથવા તો પોતાના પ્રિયજનોની સારવારનો ખર્ચ ઉઠાવવો પડે છે. તેઓ જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે લડતા અત્યંત સાદા ઘરોમાં રહે છે. બમ્પર લોટરી વિજેતાઓને મળવા અને અભિનંદન આપવા માટે ગુરુવારે અહીંના મ્યુનિસિપલ ગોડાઉન સંકુલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT