ઇમરાન ખાન પર જીવલેણ હૂમલા પાછળ કોણ? પાર્ટીએ 3 લોકો પર લગાવ્યા ગંભીર આરોપ
કરાંચી : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર ગુરૂવારે વજીરાબાદની રેલી દરમિયાન થયેલા જીવલેણ હુમલામાં નાટકીય વળાંકો આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં એક વ્યક્તિએ અચાનક…
ADVERTISEMENT
કરાંચી : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર ગુરૂવારે વજીરાબાદની રેલી દરમિયાન થયેલા જીવલેણ હુમલામાં નાટકીય વળાંકો આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં એક વ્યક્તિએ અચાનક ફાયરિંગ કર્યું હતું. જેના કારણે ઇમરાન ખાન સહિત કુલ 9 લોકો ઘાયલ થઇ ગયા હતા. આ મુદ્દે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. જો કે યુવકે નાટકીય રીતે ખુબ જ સરળતાથી પોતાનું કબુલનામુ પણ આપી દીધું છે. જો કે પાકિસ્તાન તહરીક એ ઇન્સાફે સમગ્ર કેસને એખ કાવત્રું ગણાવ્યું છે. તેમની તરફથી ત્રણ લોકો પર મોટો આરોપ લગાવ્યો છે.
ઇમરાન ખાનની પાર્ટીએ શહબાઝ શરીફ, રાણા સનાઉલ્લાહ અને મેજર જનરલ ફૈઝલને આ હૂમલા માટે દોષીત ગણાવ્યા છે. મિયાં અસલમ ઇકબાલ અને અન્ય પાર્ટી નેતાઓને ભારપુર્વક જણઆવ્યું કે, ઇમરાન ખાનની વિરુદ્ધ આ જીવલેણ કાવત્રું આ લોકો દ્વારા જ કરવામાં આવ્યું છે. હાલ માટે પીએમ શહબાઝ શરીફ અથવા મેજર જનરલ ફૈઝલની તરફથી આ આરોપો પર કોઇ જવાબ આપવાનું ટાળ્યું છે.
જો કે સ્થિતિને સમજતા કોઇ પણ પ્રકારની નિવેદનબાજીથી બચવામાં આવી રહ્યુ છે. પીએમ શહબાઝ શરીફે ઇમરાન ખાન પર થયેલા હૂમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, હું ઇમરાન ખાન પર થયેલા ફાયરિંગની નિંદા કરૂ છું. આ મુદ્દે તત્કાલ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આશા છે કે, ઇમરાન ખાન અને બાકી ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થશે. અમે પંજાબ સરકારનો આ સમય સંપુર્ણ સપોર્ટ કરવાના છીએ. તપાસમાં દરેક શક્ય મદદ કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજનીતિમાં હિંસાને કોઇ સ્થાન ન હોઇ શકે.
ADVERTISEMENT
ADVERTISEMENT