મહત્વની મંજૂરી: સરકાર નવા 4276 કરોડ રૂપિયાના હથિયાર ખરીદશે
નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અગત્યનો નિર્ણય લેવાયો છે. રક્ષા અધિગ્રહણ પરિષદે મંગળવારે દુશ્મનોના વિમાનોને નિશાન બનાવતી સ્વદેશી હેલિના એન્ટી ટેન્ક મિસાઇલ…
ADVERTISEMENT
નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અગત્યનો નિર્ણય લેવાયો છે. રક્ષા અધિગ્રહણ પરિષદે મંગળવારે દુશ્મનોના વિમાનોને નિશાન બનાવતી સ્વદેશી હેલિના એન્ટી ટેન્ક મિસાઇલ વિકસિત કરવા માટેની પરવાગની આપી છે. આ એ ડિફેન્સ સિસ્ટમને વિકસીત કરવા માટે 4276 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
સંરક્ષણ મંત્રાલયે ખુબ જ મહત્વના અને લંબિત પ્રસ્તાવને મંજૂરી આપી
સંરક્ષણમંત્રાલયે આપેલી માહિતી અનુસાર આ ત્રણ પ્રસ્તાવોમાં 2 ભારતીય સેના અને એક ભારતીય નૌકાદળ તરફથી આવેલો હતો. જેમાં DAC એ AoN હેલિના એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, લોન્ચર અને તેને સંબંધિત ઉપકરણોની ખરીદી માટે લીધેલી છે. જે એડવાન્સ હેલિકોપ્ટરમાં સંકલિક કરવામાં ઉપયોગમાં લેવાશે. આ મિસાઇલ ALH નું એક અગત્યનું શસ્ત્ર છે. સંરક્ષણમંત્રાલયના અનુસાર તેનો ભારતીય સેનામાં સમાવેશ થયા બાદ સેનાની શક્તિમાં વધારો થશે.
સંરક્ષણ મંત્રાલયે DRDO ના એક મહત્વના પ્રોજેક્ટને મંજુરી આપી
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO દ્વારા ડિઝાઇન અને વિકાસ અંતર્ગત DAC VSSHORAD મિસાઇલ પ્રણાલીને ખરીદવા માટે AON પણ પ્રદાન કરે છે. ઉત્તરી સીમાઓ પર હાલના ઘટનાક્રમોને ધ્યાના રાખીને AD હથિયાર પ્રણાલીઓ પર ધ્યાન આપવાની આવશક્યતા છે. જે માનવ પોર્ટેબલ હોય અને ઉબડ ખાબડ વિસ્તારો અને સમુદ્રી ક્ષેત્રમાં પણ ખુબ જ સરળતાથી તહેના થશે. આ ખરીદી એક ઝડપી અને મજબુત પ્રમાણી તરીકે ભારતની ત્રણેય પાંખો મજબુત બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT