હું જતો રહીશ તો બીજો મારા જેવો ભાઇ નહી મળે, શિવરાજસિંહની ભાવુક અપીલના અનેક અર્થ

ADVERTISEMENT

Shivrajsinh chauhan MP election
Shivrajsinh chauhan MP election
social share
google news

ભોપાલ : શિવરાજસિંહ ચૌહાણની ભાવુક વાતોના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કોઇ તેમને લાડલી બહેનો સામે ચાલેલો ઇમોશનલ દાવ માની રહ્યા છે. કોઇ ચૂંટણી બાદ તેમની સંભવિત વિદાઇનો સંકેત પણ ગણાવી રહ્યા છે.

તમને મારા જેવો ભાઇ નહી મળે, શિવરાજસિંહની ભાવુક અપીલ

તમને એવો કોઇ ભાઇ નહી મળે. જ્યારથી હું જતો રહીશ ત્યારે તમને મને યાદ કરશો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રવિવારે પોતાના ગૃહ જિલ્લા સીહોરમાં તેમ કહીને ચૂંટણી રાજ્યમાં અટકળોને હવા દીધી હતી. શિવરાજસિંહ ચૌહાણની ભાવુક વાતોના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કોઇ તેને લાડલી બહનો સામે જતા રહ્યા ઇમોશનલ દાવ માનવામાં આવી રહ્યો છે તો કેટલાક લોકો તેને સંભવિત વિદાઇનો સંકેત પણ ગણાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, શિવરાજસિંહ ચૌહાણને ભાજપમાં સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપે તે અંગે સ્પષ્ટતા પણ કરી છે.

સીહોરના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મહિલાઓ સામે ભાવુક થયા

સીહોરના લાડુકીમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, મારી માટે રાજનીતિનો અર્થ જનતાની સેવા છે અને જનતાની સેવા જ ભગવાનની પુજા છે. મે મધ્યપ્રદેશમાં રાજનીતિનો અર્થ બદલી નાખ્યો. મારા ગરીબ ભાઇઓ અને બહેનો, ખેડૂત ભાઇઓ અને બહેનો તમે કોંગ્રેસનું શાસન જોયું છે. મને જણાવો કે શું ત્યાં સુધી જનતાની એવી ચિંતા કોઇને હતી? શું થયા કરતું હતું? હું સરકાર નથી ચલાવતો હું પરિવાર ચલાવું છું. તમે બધા મારા પરિવારના લોકો છો. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, તમને એવો ભાઇ નહી મળે. જ્યારે હું જતો રહીશ તો તમે મને યાદ કરશો. ચૂંટણી પ્રચાર દરમિયાન શિવરાજસિંહ ચૌહાણ વારંવાર આ વાતને દોહરાવતા રહે છે કે, મધ્યપ્રદેશની 9 કરોડ જનતા તેમનો પરિવાર છે. તેઓ અનેક રેલીઓમાં કહી ચુક્યા છે કે, પરિવારના સારા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.

ADVERTISEMENT

કોંગ્રેસે કહ્યું શિવરાજ પોતે જ કહી રહ્યા છે કે હું જવાનો છું

શિવરાજસિંહ ચૌહાણના નિવેદન બાદ કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, સીએમએ સ્વિકાર કરી લીધો છે કે, ભાજપે તેમને છોડી દીધા છે. એમપી કોંગ્રેસ કમિટીના મીડિયા પ્રભારી કેકે મિશ્રાએ ક્યું કે, સત્ય સામે આવી ગયું. શિવરાજ જ્યારે પોતે સ્વિકાર કરી રહ્યા છે કે તમે મને ખુબ જ યાદ કરશો જ્યારે તમે જતા રહેશો. તેના નિહિતાર્થ હવે સ્પષ્ટ થઇ ચુક્યા છે, પછી સર્વે અને ખોટી જાહેરાતો ખરીદી દેવાના બોઝ તળે દબાયેલા પ્રદેશોને કેમ ડુબાડી રહ્યા છો ? તેમણે કહ્યું કે, તમને ગોટાળા, ભ્રષ્ટાચાર, ખોટા અને ક્યારે પુરા નહી થનારા વચન, અત્યાચાર અને અન્ય અનિયમિતતાઓ માટે જરૂર યાદ કરવામાં આવશે.

ભાજપે કહ્યું આ સીએમનો બહેનો સાથેનું ઇમોશનલ કનેક્ટ હતું

બીજી તરફ ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસ નેતા એટલા સમજદાર નથી કે ભાવુક વાતચીત સમજી શકે. ભાજપ પ્રવક્તા હિતેશ વાજપેયીએ કહ્યું કે, શિવરાજજી પોતાના પરિવાર સાથે વાત કરી રહ્યા હતા અને તે ભાવુક થઇ ગયા હતા. જેથી તેમણે આવી વાત કર. વાત સાચી જ છે કે કોઇ બીજુ તેમના જેવું નથી. આ ભાવુક વાતચીત સાંભળીને નેતા ખુશ થઇ રહ્યા છે અને તેને ખોટી રીતે રજુ કરી રહ્યા છે. આ ચુંટણીમાં તેમનું સપનું પુર્ણ થશે તેવા સપના જોવા લાગ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT