IB અધિકારીઓ સાથે અમિત શાહની બેઠક, આ મહત્વના મુદ્દાઓ ચર્ચાનું કેન્દ્ર
ગાંધીનગરઃ અમિત શાહ અને દેશના IB (સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો) અધિકારીઓ વચ્ચે આજે મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં આંતરિક સુરક્ષા, આતંકવાદનું જોખમ ઉપરાંતના અન્ય મુદ્દાઓ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ અમિત શાહ અને દેશના IB (સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો) અધિકારીઓ વચ્ચે આજે મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં આંતરિક સુરક્ષા, આતંકવાદનું જોખમ ઉપરાંતના અન્ય મુદ્દાઓ પર ચર્ચાઓ થવાની છે. આ બેઠક ગુપ્ત રીતે થશે અને તેના ઠેકાણા અંગેની માહિતી પણ ગુપ્ત રાખવામાં આવી છે. આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ અને ગૃહમંત્રી તરફથી શું સૂચનાઓ મળી છે તે તમામ બાબતો પણ ગુપ્ત રાખવામાં આવી છે.
આંતરિક સુરક્ષા મજબૂત કરવીએ મુખ્ય મુદ્દો
ઉલ્લેખનીય છે કે હાલમાં જ એનઆઈએના અહેવાલ પછી દેશમાં સુરક્ષાની સ્થિતિ વધુ મજબૂત કરવા તરફ સરકારનું ધ્યાન વધ્યું છે. એક ન્યૂઝ એજન્સી એનઆઈએના જણાવ્યા પ્રમાણે આઈબીના અધિકારીઓ સાથે સુરક્ષાની સ્થિતિ મામલે ગૃહમંત્રી અમિત શાહ ચર્ચા કરવાના છે. આ ઉપરાંત ઈન્ટેલિજન્સ ગેધરિંગ નેટવર્ક સહિત આતંરિક સુરક્ષાઓને મજબૂત કરવા જરૂરી પગલા લેવા મામલે પણ ચર્ચા આ બેઠક દરમિયાન કરવામાં આવશે. આ બેઠકમાં આતંકવાદ, વૈશ્વિક આતંકવાદ, આંતકવાદને ફંડિંગ, નાર્કો ટેરેરિઝમ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, સાયબરને લગતા ગુનાઓ વગેરે ગતિવિધિઓ પર ભારતની નજર મામલે ચર્ચા ચલાવાશે.
બેઠકમાં હાજર રહેશે IB ચીફ અને ગૃહ સચિવ સહિતના અધિકારીઓ
આ બેઠકમાં શાહ ખાસ કરીને વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે આ મામલાઓને લઈને સુમેળ રહેવો જોઈએ તે બાબતને વધુ ભાર આપવાના છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આઈબી ચીફ તપન ડેકા, કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT