હાઇબ્રિડ સૂર્યગ્રહણ: હજારો વર્ષ બાદ સર્જાતા ગ્રહણમાં ખુબ જ અદ્ભુત સંયોગ
નવી દિલ્હી : સાડા 5 કલાક સુધી જોવા મળશે સૂર્ય ગ્રહણ! 100 વર્ષ બાદ સર્જાઇ રહ્યો છે આવો દુર્લભ સંયોગ. 20 એપ્રીલે વર્ષનું પહેલું સુર્યણ…
ADVERTISEMENT
નવી દિલ્હી : સાડા 5 કલાક સુધી જોવા મળશે સૂર્ય ગ્રહણ! 100 વર્ષ બાદ સર્જાઇ રહ્યો છે આવો દુર્લભ સંયોગ. 20 એપ્રીલે વર્ષનું પહેલું સુર્યણ ગ્રહણ છે. જેને આઇબ્રિડ સુર્ય ગ્રહણ કહેવામાં આવી રહ્યું છે. જે લગભગ 100 વર્ષો બાદ જોવા મળશે. જેમાં સૂર્ય ગ્રહણના ત્રણ રૂપ (આંશિક, કુંડલાકાર અને પૂર્ણ) જોવા મળશે. આંશિક સુર્યગ્રહણમાં ચંદ્રમાં સૂર્યના નાના હિસ્સામાં આવીને તેને અટકાવશે.
જ્યારે કુંડલાકાર સુર્યગ્રહણમાં ચંદ્રમાં સૂર્યની વચોવચ આવીને તેની રોશનીને પ્રભાવિત કરે છે. જ્યારે સૂર્યની ચારે બાજુ ચમકદાર રોશનીનો ગોળો બને છે અને વચ્ચે અંધારુ થઇ જાય છે તો પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમાં એક સીધમાં હોય છે. ત્યારે પૃથ્વીનો એક ભાગ સંપુર્ણ રીતે અંધારામાં ડુબી જાય છે. જેને પૂર્ણ સુર્યગ્રહણ કહેવામાં આવે છે. આ વખતે ગ્રહણ આ ત્રણેય સ્વરૂપમાં જોવા મળશે.
સુર્ય ગ્રહણ સવારે 07.04 વાગ્યાથી બપોરે 12.29 સુધી રહેશે. એટલે કે સુર્યગ્રહણનો સમય 5 કલાકને 25 મિનિટ સુધી રહેશે. સૂર્ય ગ્રહણના 12 કલાક પહેલા સુતક કાળ લાગી જાય છે. જેમાં પુજા પાઠ અને અનેક માંગલિક કાર્ય વર્જિત છે.
ADVERTISEMENT
જો કે આ આઇબ્રિડ સૂર્ય ગ્રહણ ભારતમાં નહી જોવા મળશે. તેનું સુતક પણ ભારતમાં લાગુ નહી પડે. જેથી ભારતીયોએ તેનાથી બિલકુલ પણ ગભરાવું ન જોઇએ.
ADVERTISEMENT