કોંગ્રેસમાં સતત ભંગાણ વચ્ચે ગેહલોત કેવી રીતે ચૂંટણીલક્ષી વ્યૂહરચના બનાવશે! જાણો વિવિધ પડકારો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાર્થ વ્યાસ/ અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે કોંગ્રેસ ફરીથી એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટીએ 2017 વિધાનસભા ચૂંટણીના પરિણામોને રિપિટ કરવા માટે આ સમયે રાજસ્થાનના CM અશોક ગેહલોતને મોટી જવાબદારી સોંપી છે. અશોક ગેહલોત કોંગ્રેસના ગુજરાત વિધાનસભા ચૂંટણીના મોરચાને સંભાળશે, આ અંતર્ગત તેમને સીનિયર ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2017માં કોંગ્રેસની સરકાર બનતા બનતા રહી ગઈ હતી. તેવામાં ગેહલોત સામે કેવા પડકારો રહેલા છે તેના પર નજર કરીએ…

ગેહલોત માટે સૌથી મોટો પડકાર…
અશોક ગેહલોત માટે કોંગ્રેસમાં એકતા સ્થાપિત કરી રાખવી ઘણી મુશ્કેલ બની રહેશે. ચૂંટણી પહેલા તૂટતી કોંગ્રેસને એક કરવા માટે જ અશોક ગેહલોતને આ જવાબદારી સોંપવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 2017 વિધાનસભા ચૂંટણી સમયે અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા. એ સમયે જેવી રીતે પાર્ટીએ પ્રદર્શન કર્યું એ ઘણું આક્રમક હતું. વળી એ સમયે 1995 પછી પહેલીવાર કોંગ્રેસે 77 સીટ જીતી હતી. તે સમયે લાગી રહ્યું હતું કે કોંગ્રેસ સરકાર બનાવી જ લેશે પરંતુ એવું થયું નહીં.

ADVERTISEMENT

દિગ્ગજોએ કોંગ્રેસનો સાથ છોડ્યો
અગાઉ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સામાજિક ટેકો પણ મળી ગયો હતો. પાટિદારો તથા અન્ય વોટબેંકના સાથથી કોંગ્રેસ વધુ ઉત્સાહમાં જોવા મળી હતી. જોકે ચૂંટણી હારી ગયા પછી કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થઈ ગઈ છે. ઘણા દિગ્ગજ નેતાઓએ પાર્ટી સાથેથી છેડો ફાડી દીધો છે. હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયો છે તેવામાં અશોક ગેહલોત પાસે આ ચૂંટણીમાં ફરીથી નવી રણનીતિ ઘડવી પડે એમ લાગી રહ્યું છે.

AAP અને AIMIMની એન્ટ્રી
2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIMની ગુજરાતમાં એન્ટ્રી થતા કોંગ્રેસને વધુ પડકારનો સામનો કરવો પડશે. 2017માં આવી કોઈ સ્થિતિ નહોતી પરંતુ અશોક ગેહલોત સામે હવે 2022માં અન્ય પાર્ટી અને ભાજપ તમામને ઓવરટેક કરી કોંગ્રેસને જીતાડવાનો પડકાર રહેશે. વળી અરવિંદ કેજરીવાલના વધતા જતા પ્રાવસથી કોંગ્રેસ સહિત ભાજપને પણ પોતાની ચૂંટણીલક્ષી નીતિમાં ફેરફાર કરવો પડી શકે છે.

ADVERTISEMENT

ભાજપ અને આપના દિગ્ગજો સામે ચૂંટણી જીતવાનો પડકાર
ઉલ્લેખનીય છે કે BJP ગુજરાતના પ્રેસિડેન્ટ સી.આર.પાટીલની ચૂંટણીલક્ષી રણનીતિનો પડકાર કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ રહેશે. વળી જો અશોક ગેહલોતની વાત કરીએ તો તેમને કોંગ્રેસને ગત ચૂંટણીના પરિણામોને જાળવી રાખી આ સમયે વધારે સીટ કબજે કરવા માટે AAPના સુપ્રિમો અરવિંદ કેજરીવાલને પણ પરાસ્ત કરવા પડશે. અત્યારે આમ આદમી પાર્ટી જેવી રીતે શિક્ષણ અને બેરોજગારીના મુદ્દા ઉઠાવી રહી છે તેને જોતા 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કેવી વ્યૂહરચના રહેશે તથા કોને કોને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે એ જોવાજેવું રહેશે.

ADVERTISEMENT

હવે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અશોક ગેહલોત પાસે એકતા સ્થાપિત કરી ગુજરાતમાં ફરીથી કોંગ્રેસનું પ્રભુત્વ સ્થાપિત કરવાનું પડકારરૂપ રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT