ભયાનક અકસ્માતઃ પ્લેટફોર્મ પર બસની રાહ જોતા મુસાફરોને ST બસે કચડી માર્યા, 3ના કમકમાટીભર્યા મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Accident News: વિજયવાડામાં એક ખૂબ જ દર્દનાક અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરના બસ ટર્મિનલ પર આંધ્રપ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (APSRTC)ની એક બસ અચાનક પ્લેટફોર્મ પર ચઢી ગઈ અને ત્યાં બસની રાહ જોઈ રહેલા મુસાફરોને કચડી નાખ્યા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી.

પ્લેટફોર્મ પર ચઢી ગઈ બસ

એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના આજે સવારે 8.20 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે APSRTCની એક બસ પ્લેટફોર્મ નંબર 12 પર ચઢી ગઈ હતી અને ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી 18 મહિનાની બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. ડેપો મેનેજર એમ.યેશુ દાનમે જણાવ્યું કે, “બસને રિવર્સ કરવાને બદલે, ડ્રાઈવરે તેને આગળ ચલાવી દીધી અને બસ પ્લેટફોર્મ સાથે અથડાઈ.”

ADVERTISEMENT

મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તોને યોગ્ય તબીબી સારવાર આપવાનો અધિકારીઓને નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ પણ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

પોલીસે હાથ ધરી તપાસ

APSRTC એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઓપરેશન્સ) એ. કોટેશ્વર રાવે કહ્યું કે, રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બે ઈજાગ્રસ્ત વ્યક્તિઓની સારવારનો ખર્ચ ઉઠાવશે. વિજયવાડા બસ સ્ટેશન એ આંધ્રપ્રદેશ અને તેલંગણા બંને તેલુગુ ભાષી રાજ્યોને જોડતું મુખ્ય કનેક્ટિવિટી હબ છે અને વિજયવાડા-ગુંટુર બસ સેવા મુખ્ય સેવાઓમાંની એક છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ અંગે ગુનો નોંધ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT