શનિવારનું રાશિફળઃ નોકરી પર સંકટ, અકસ્માતની આશંકા…, જાણો કઈ-કઈ રાશિઓના જાતકોએ આજે રહેવું સાવધાન
Horoscope Today: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન…
ADVERTISEMENT
Horoscope Today: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.
મેષ
મેષ રાશિના જાતકોના માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. કાર્યસ્થળ પર તમને તમારા કામમાં ખામીઓ જોવા મળશે, જેના કારણે તમે તેને સુધારવાનું શરૂ કરી દેશો. આજના દિવસે ભાગદોડ વધારે રહેશે. ઘર-પરિવારમાં કોઈની સાથે મિલકતને લઈને વિવાદ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈ વાત પર વિવાદ ન કરો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ તમારા પક્ષમાં રહેશે નહીં. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
વૃષભ
તમને મિત્રો અને સંબંધીઓનો સહયોગ મળશે. ઓનલાઈન માર્કેટિંગ બિઝનેસમાં તમને સારો નફો મળશે. તમને કાર્યસ્થળ પર તમારી કુશળતાને કારણે મોટી કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે. પરિવાર અને સમાજમાં કોઈની સાથે વૈચારિક મતભેદ હશે તો તે દૂર થશે. તમે રાજનૈતિક સ્તર પર શિક્ષણ અને રમતગમત સાથે જોડાયેલા કોઈપણ કાર્યમાં સામેલ થશો. નિયમિતપણે વ્યાયામ કરો. કસરત માટે સમય કાઢવો તમારા સ્વાસ્થ્ય માટે સારો રહેશે.
ADVERTISEMENT
મિથુન
પૈતૃક સંપત્તિના પ્રશ્નો ઉકેલાશે. કાર્યસ્થળ પર તમારા વિરોધીઓથી અંતર જાળવીને તમે તમારું કામ પૂર્ણ કરશો. વડીલોની સલાહથી તમે પારિવારિક સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકશો. પ્રેમ અને દાંપત્ય જીવનમાં દિવસ શાંતિથી ભરેલો રહેશે. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ આજનો દિવસ શુભ છે. તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસક્રમના પુનરાવર્તન પર ધ્યાન આપવું જોઈએ.
કર્ક
આ રાશિના જાતકોનું મન શાંત અને પ્રસન્ન રહેશે. બ્રહ્મ અને પરાક્રમ યોગ બનવાથી બજારમાં અટકેલા પૈસા પાછા મળી શકે છે. જેથી તમે બિઝનેસમાં કંઈક નવું કરવાનું વિચારી શકો. કાર્યસ્થળ પર દરેક વ્યક્તિ તમારા કામના વખાણ કરતાં ક્યારેય થાકશે નહીં. તમે તમારા જીવનસાથી સાથે લોગ ડ્રાઈવ પર જવાનો પ્લાન બનાવી શકો છો. વિદ્યાર્થીઓને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે. સામાજિક અને રાજકીય સ્તરે તમારી કાર્યક્ષમતા તમારી કુશળતામાં વધારો કરશે. સ્પોટ પર્સનને પ્રેક્ટિસ દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી મોંઘી પડી શકે છે.
ADVERTISEMENT
સિંહ
ભાગીદારીના બિઝનેસમાં આળસ તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર વિરોધીઓ તમારી ઉપર બાજ નજર રાખશે, તેથી કોઈપણ પ્રકારની ભૂલ ન કરવી. પરિવારમાં દરેક સાથે નમ્રતાથી વર્તો. સામાજિક સ્તરે ચાલી રહેલી રાજનીતિથી તમે પરેશાન રહેશો. પ્રેમ અને વિવાહિત જીવનમાં તમારા શબ્દો પર સાવધાની રાખો. નહિતર લડાઈ ઝઘડા થઈ શકે છે. સપ્તાહના અંતે વધુ પડતી ભાગદોડને કારણે શારીરિક થાક લાગી શકે છે. ખેલાડીઓએ પ્રેક્ટિસ કરતી વખતે સાવધાન રહેવું જોઈએ, ઈજા થઈ શકે છે.
ADVERTISEMENT
કન્યા
તમારી આવકમાં વધારો થઈ શકે છે. બ્રહ્મ અને પરાક્રમ બનવાને કારણે ઓફિસમાં પ્રમોશન મળવાની શક્યતાઓ વધી રહી છે. તમારા ખર્ચમાં અચાનક વધારો તમને પરેશાન કરી શકે છે. પ્રેમ અને જીવનસાથી સાથેનો દિવસ સારો રહેશે. રાજનેતા માટે દિવસ સારા સમાચાર લઈને આવશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પ્રત્યે ગંભીર બનવું જોઈએ. સપ્તાહના અંતે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
તુલા
તમારામાં કામ કરવાનો જુસ્સો જોવા મળશે. ઈલેક્ટ્રોનિકના બિઝનેસ સાથે જોડાયેલા લોકો સ્માર્ટ વર્ક દ્વારા બિઝનેસને ટોચ પર લાવવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશે. તમારી આદતો બદલવાથી કાર્યસ્થળમાં સફળતાના નવા દ્વાર ખુલશે. તમને પરિવારના તમામ સભ્યોનો સહયોગ મળશે. તમે તમારા જીવનસાથી સાથે ડિનરનો પ્લાન બનાવી શકો છો. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. કોચથી લઈને ખેલાડી સુધી તમને કંઈક નવું શીખવા મળશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે.
વૃશ્ચિક
તમને તમારા બિઝનેસમાં રાજકીય સંબંધોનો લાભ મળશે અને તમને સરકારી કોન્ટ્રાક્ટ સરળતાથી મળી જશે. નોકરી શોધી રહેલા લોકોને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે અને તેમની પસંદગીની કંપની નોકરી મળશે. તમારે પરિવારમાં તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મિત્રોનો સહયોગ મળશે. પ્રેમ અને વિવાહિત જીવનમાં સંબંધોમાં તિરાડ પડી શકે છે. સામાજિક સ્તરે આર્થિક સમસ્યાઓના કારણે તમારા કાર્યમાં કેટલીક અડચણો આવી શકે છે. વિદ્યાર્થીઓને કારકિર્દીની સારી તકો મળી શકે છે.
ધન
ભાગીદારીના બિઝનેસમાં નાણાકીય લાભને લઈને કેટલીક તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. રાજકીય મંચ પરથી કરવામાં આવેલી કોઈપણ પ્રકારની ખોટી ટિપ્પણી તમારી પાર્ટી અને તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, આ માટે તમારી પાર્ટી તમારી વિરુદ્ધ કોઈ કડક નિર્ણય લઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં વધારે તણાવ ન લેવો અને વારંવાર પાણી પીતા રહેવું. પ્રેમ અને દાંપત્ય જીવનમાં કોઈ વાતથી સંબંધોમાં ખટાશ આવી શકે છે. પરિવારમાં કોઈની સાથે વાત કરતી વખતે નમ્રતા રાખો. કાર્યસ્થળ પર સારા સમાચાર મળી શકે છે. સપ્તાહના અંતે વિદ્યાર્થીઓ અભ્યાસથી વિચલિત થઈ શકે છે.
મકર
આ રાશિના જાતકોનો બિઝનેસ પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. જો તમે બિઝનેસના કોઈ મોટા પ્રોજેક્ટને લઈને કોઈ કામ કરવા જઈ રહ્યા છો તો તે 12.15થી 1.30 અને બપોરે 2.30થી 3.30ની વચ્ચે કરો. તમને ચોક્કસ સફળતા મળશે. તમને તમારા કરિયરમાં સારા પરિણામ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો, જંક ફૂડથી દૂર રહો. તમે જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે તેમના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ.
કુંભ
આજના દિવસે તમને માનસિક તણાવ રહેશે. તમારે તમારા ખર્ચ પર કાબૂ રાખવો પડશે, નહીંતર તમને મુશ્કેલીઓનો સામનો પરવો પડી શકે છે. બ્રહ્મ અને પરાક્રમ યોગના નિર્માણથી સામાજિક અને રાજકીય સ્તરમાં સુધારો થશે. તમારા જીવનસાથી સાથે સમજી વિચારીને વાત કરો, નહીં તો ઝઘડો થઈ શકે છે. પરિવારના કોઈ વ્યક્તિ તરફથી તમને કોઈ ખાસ સરપ્રાઈઝ મળી શકે છે. આજે વાહન કાળજી પૂર્વક ચલાવો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
મીન
તમને સંતાન સુખ મળશે. વ્યવસાયમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. બિઝનેસમેનને વિદેશી કંપની તરફથી ઓફર મળી શકે છે. બ્રહ્મ અને પરાક્રમ યોગના નિર્માણથી સામાજિક અને રાજકીય સ્તરે તમારા માટે દિવસ અનુકૂળ રહેશે. ઓફિસમાં ફરી પગાર વધારાની આશા જાગી શકે છે. પરિવારમાં કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના બની શકે છે. જો જીવનમાં સફળ થવું હોય તો વિદ્યાર્થીઓએ પરીક્ષાઓને લઈને સાવધાન રહેવું જોઈએ.
ADVERTISEMENT