ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, અમદાવાદને 500 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ
અમદાવાદ : અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહર્ત સહિતના અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. અમિત…
ADVERTISEMENT
અમદાવાદ : અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહર્ત સહિતના અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. અમિત શાહના પ્રવાસ દરમિયાન આશરે 500 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ અમદાવાદીઓને પ્રાપ્ત થશે. અમિત શાહના ગુજરાત પ્રવાસની શરૂઆત આજ સવારથી દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનથી થઇ હતી. દ્વારકામાં તેઓ નેશનલ એકેડેમી ફોર કોસ્ટલ પોલિશિંગ કચેરીનું પણ ખાતમુહર્ત કર્યું હતું.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે આવાસ, પીવાના પાણી અને રસ્તાને લગતા ₹390 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.
આ પરિયોજનાઓ ગાંધીનગરની પ્રગતિને વધુ ગતિ આપશે. અહીંના લોકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડીને તેમનું જીવન સરળ બનાવવા માટે GMC સતત સમર્પિત છે. pic.twitter.com/EYr6EdZqGi
— Amit Shah (@AmitShah) May 20, 2023
ત્યાર બાદ તેઓ પોતાના સંસદ વિસ્તારમાં ગાંધીનગરમાં એક નવી પહેલ શરૂ કરશે. જે અંતર્ગત બોરિજ ગામની પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાનું વિતરણ કરાશે. સાંજે 6 વાગ્યે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના એડિટોરિયમમાં ગાંધીનગર કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહર્ત કર્યું હતું. અમિત શાહે 8 વાગ્યે ગાંધીનગર ઉત્તર વિધાનસભા આયોજિત ક્રિકેટ પ્રીમિયર લીગમાં પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી.
ADVERTISEMENT
ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઘરમાં ઉપયોગ ન થનારા રમકડાંઓ એકઠા કરી ગરીબ બાળકોને આપવાનું એક ભગીરથ અભિયાન શરૂ કર્યું છે.
આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જી ના હસ્તે આંગણવાડીના બાળકોને આ રમકડાંઓનું વિતરણ કરવામાં આવ્યું. pic.twitter.com/OFxsruMB8J
— BJP Gujarat (@BJP4Gujarat) May 20, 2023
તેઓ રવિવારે અમિત શાહના પ્રવાસના બીજા દિવસે અમદાવાદના ચાંદખેડામાં પણ આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12.45 વાગ્યે તેઓ ચાંદખેડામાં જીએસઆરટીસીની નવી 320 બસનું લોકાર્પણ કરશે. 1.15 વાગ્યે ભાટ ખાતેના અમુલ ફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના હસ્તે ડેરીનું ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું પણ લોકાર્પણ કરશે. શાહના હસ્તે ગોતા વોર્ડમાં 41 કરોડના ખર્ચે તૈયાર થનારા નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું ખઆત મુહર્ત, ચાંદલોડિયામાં 17 કરોડના ખર્ચે તૈયાર ડ્રેનેજ પંપિગ સ્ટેશનનું ખાત મુહર્ત, નવા વાડજમાં 75 કરોડના ખર્ચે બનેલા રેન બસેરાનું ખાતમુહુર્ત, થલતેજ ગામમાં રૂપિયા પાંચ કરોડના ખર્ચેથલતેજ તળાવ ડેવલપ કરવાનું ખઆતમુહૂર્ત કરશે.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah નો ગુજરાત પ્રવાસ
તારીખ: 21 મે, 2023, રવિવાર
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPS9V6b
• https://t.co/3xD28cKFF2
• https://t.co/gDXaSM7RFO pic.twitter.com/NzErAaPRWO— BJP Gujarat (@BJP4Gujarat) May 20, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT