મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વપક્ષીય બેઠક, છેલ્લા 50 દિવસથી હિંસાની આગમાં બળી રહ્યું છે રાજય

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: મણિપુર હિંસા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 જૂને દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી. આ દરમિયાન મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. વિપક્ષ પણ લાંબા સમયથી સરકાર પાસે માંગ કરી રહ્યો હતો કે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. મણિપુરમાં મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે 3 મેના રોજ શરૂ થયેલી હિંસા હજુ પણ ચાલુ છે. રાજ્યમાં હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. લગભગ 10 હજાર ઘર બળી ગયા છે. આગજનીની 4100 થી વધુ ઘટનાઓ બની છે. ડરના કારણે હજારો લોકો ભાગી ગયા છે. સેંકડો લોકો મિઝોરમ અને આસામમાં ભાગી ગયા છે. લગભગ 50 હજાર લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.

મણિપુરમાં કેવી છે સ્થિતિ?
મણિપુરમાં હિંસા એટલી હદે વધી ગઈ છે કે તાજેતરમાં જ ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજનનું ઘર સળગાવી દીધું હતું. શાંતિ પુનઃસ્થાપિત કરવાના અનેક પ્રયાસો થયા છે પરંતુ સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોની 84 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, આસામ રાઇફલ્સના 10,000 થી વધુ જવાનો પણ તૈનાત છે, પરંતુ ભારે સૈન્ય દળો રસ્તાઓ પર હોવા છતાં પણ પરિસ્થિતિ વધુ વણસી રહી છે.

સુરક્ષા દળો પાસેથી ઘણા હથિયારો લૂંટયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ હિંસા ફેલાવનારાઓએ સુરક્ષા દળો પાસેથી ઘણા હથિયારો લૂંટી લીધા હતા. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 1,040 અત્યાધુનિક હથિયારો, 230 જીવંત બોમ્બ અને 13,601 વિવિધ પ્રકારના દારૂગોળો મળી આવ્યા છે. છેલ્લા એક મહિનામાં ટોળાએ લગભગ 4000 હથિયારો અને 5 લાખ કારતૂસ લૂંટી લીધા છે.

ADVERTISEMENT

15 સંસ્થાઓએ યુએનને મેમોરેન્ડમ મોકલ્યું
મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે 15 અલગ-અલગ સંસ્થાઓએ સંયુક્ત રાષ્ટ્રને એક મેમોરેન્ડમ મોકલ્યું છે. મેમોરેન્ડમમાં યુએન દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અનુસાર હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મેમોરેન્ડમમાં ગરીબી, લશ્કરીકરણ, ભારતના કેન્દ્રીય સુરક્ષા દળોની ભૂમિકા અને કુકી ઉગ્રવાદીઓ દ્વારા ઓપરેશન ગ્રાઉન્ડ નિયમોના વારંવાર ઉલ્લંઘન જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા.

મણિપુરમાં હિંસા ક્યારે શરૂ થઈ?
3 મેના રોજ, ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ) એ ‘આદિવાસી એકતા રેલી’ કાઢી. આ રેલી ચૂરચંદપુરના તોરબાંગ વિસ્તારમાં કાઢવામાં આવી હતી.આ રેલી દરમિયાન આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. 3 મેની સાંજ સુધીમાં પરિસ્થિતિ એટલી બગડી કે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે મદદ માંગી. બાદમાં આર્મી અને અર્ધલશ્કરી દળોની કંપનીઓને ત્યાં તૈનાત કરવામાં આવી હતી. મીતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગને લઈને રેલી કાઢવામાં આવી હતી. મેઇતેઇ સમુદાય લાંબા સમયથી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT