Breaking News: હેમંત સોરેનનું રાજીનામું મંજૂર, ઝારખંડના નવા CM ચંપઈ સોરેન, જાણો કોણ છે?
ઝારખંડમાં મોટો રાજકીય ભૂકંપ હેમંત સોરેનનું રાજીનામું મંજૂર રાજ્યમાં ટાઈગર તરીકે જાણીતા ચંપઈ સોરેન નવા CM Hemant Soren resigns: ઝારખંડમાં મોટો રાજકીય ભૂકંપનો માહોલ જોવા…
ADVERTISEMENT
- ઝારખંડમાં મોટો રાજકીય ભૂકંપ
- હેમંત સોરેનનું રાજીનામું મંજૂર
- રાજ્યમાં ટાઈગર તરીકે જાણીતા ચંપઈ સોરેન નવા CM
Hemant Soren resigns: ઝારખંડમાં મોટો રાજકીય ભૂકંપનો માહોલ જોવા મળી રહ્યો છે. ઝારખંડના સીએમ ચેહરા સરપ્રાઈઝ જોવા મળી છે. રાજ્યમાં ટાઈગર તરીકે જાણીતા અને શિબુ સોરેનના ડાબા હાથ ચંપઈ સોરેન રાજ્યના નવા સીએમ બન્યાં છે. ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યાં હતા. હેમંત સોરેનને રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ તેને મંજૂરી મળી ગઈ છે.
Champai Soren to be the new Chief Minister of Jharkhand pic.twitter.com/xWeGAqKr8A
— ANI (@ANI) January 31, 2024
કોણ છે ઝારખંડના નવા CM ચંપઈ સોરેન?
ચંપઈ સોરેન ઝારખંડ મુક્તિ મોરચના સિનિયર નેતા અને ધારાસભ્ય છે અને તેઓ કોલ્હાન વિસ્તારમાં ટાઈગર તરીકે જાણીતા છે.
ADVERTISEMENT
શું છે મામલો?
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને જમીનના સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ સાત વખત સમન્સ પાઠવ્યું પરંતુ તે હાજર થયા નહીં. ભાજપના નેતા અને પૂર્વ સીએમ રઘુબર દાસે આરોપ લગાવ્યો હતો કે સીએમ હેમંત સોરેને તેમની પત્નીના વ્યવસાય માટે 4.55 એકરનો પ્લોટ ફાળવવા માટે સત્તાનો દુરૂપયોગ કર્યો હતો. આદિવાસીઓ માટે બનાવવામાં આવેલા પ્લોટ પૂલમાંથી કલ્પના સોરેનની કંપની સોહરાઇ પ્રાઇવેટ લિમિટેડ માટે જમીન ફાળવાઈ હતી.
અગાઉ હેમંત સોરેન ED ના આવતા જ ગુમ થઈ ગયા હતા
ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ હેમંત સોરેનના દિલ્હીના શાંતિ નિકેતન ખાતે આવેલા ઘર સહિત 3 સ્થળોએ પહોંચી હતી. આ દરમિયાન ટીમને હેમંત સોરેન મળ્યા નહતા. ટીમે તેમની ઘણી રાહ જોઈ પરંતુ તેઓ ન આવ્યા. સર્ચ વોરંટ લઈને પહોંચેલી ઈડીની ટીમે તેમના નિવાસસ્થાને દસ્તાવેજોની પણ તલાશી લીધી હતી. લગભગ 15 કલાક સુધી તપાસ કર્યા પછી EDની ટીમ લગભગ 10.30 વાગ્યે ત્યાંથી નીકળી ગઈ હતી.
ADVERTISEMENT
ઝારખંડ મુક્તિ મોરચાની ગઠબંધનની સરકાર
હાલ રાજકીય ગણિતની વાત કરવામાં આવે તો ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાનીવાળી ગઠબંધનની સરકાર છે. સોરેનની પાર્ટી JMM પાસે હાલ 29, કોંગ્રેસ પાસે 16, એનસીપી પાસે 1, આરજેડી પાસે 1 અને લેફ્ટ પાસે પણ એક સીટ છે. ભાજપ હાલ 25 બેઠકો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT