હેરી પોટર ફિલ્મના ડમ્બલડોરનું 82 વર્ષની ઉંમરે નિધન, માઇકલ ગેબોન લાંબા સમયથી હતા બિમાર

ADVERTISEMENT

professor dumbledore Died at the age of 82
professor dumbledore Died at the age of 82
social share
google news

Sir Michael Gambon Died : ફિલ્મ હેરી પોટરમાં જોવા મળેલા અભિનેતા સર માઇકલ ગૈંબોનનું નિધન થઇ ગયું છે. તેમણે 82 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.

Sir Michael Gambon Died

હોલીવુડ ફિલ્મ હૈરી પોટરમાં (Harry Potter) એલ્બસ ડંબલડોરની ભુમિકા નિભાવનારા અભિનેતા સર માઇકલ ગૈબોનના (Sir Michael Gambon) ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતાએ હાલમાં નિધન થઇ ચુક્યું છે. તેમણે 82 વર્ષની ઉંમરે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેની માહિતી અભિનેતાની પત્ની અને પુત્રએ આપી છે. અભિનેતાના મોતના સમાચારથી ન માત્ર તેની ફેમિલી પરંતુ ફેન્સને પણ ઉંડો આઘાત લાગ્યો છે.

અભિનેતાની પત્નીએ નિધન અંગેની માહિતી આપતા કહી મોટી વાત

Publicist Clair Dobbs ના અનુસાર સર માઇકલ ગૈંબોનના નિધનની માહિતી તેની પત્ની લેડી ગૈબોન અને પુત્ર ફર્ગ્સે આપી છે. આ સમાચાર આપતા તેમણે કહ્યું કે, અમને સર માઇકલ ગૈંબોનના નિધનની માહિતી આપતા ખુબ જ વધારે દુખ થઇ રહ્યું છે. તેઓ એક ખુબ જ પ્રેમાળ પતિ અને પિતા હતા.

ADVERTISEMENT

નિમોનિયાની બિમારીના કાણે અભિનેતાનું મોત

દિવંગત અભિનેતાની પત્નીએ આગળ કહ્યું કે, સર માઇકલ ગૈંબોનના મોત નિમોનિયાની બિમારીના કારણે થઇ છે. આ બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ડોક્ટરોના પ્રયાસ છતા તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે એમ પણ કહ્યું કે, સર માઇકલે ખુબ જ શાંતિ સાથે 82 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેવામાં અમે ઇચ્છીએ છીએ કે તમે આ ખરાબ સમયમાં અમારી પ્રાઇવસીનું સન્માન કરો અને તમારા સમર્થન અને પ્રેમના સંબંધો માટે આભાર

થિયેટરમાં પણ ખુબ જ સુંદર કામ કરી ચુક્યા હતા અભિનેતા

અત્રે ઉલ્લેખનીય છે કે, સર માઇકલે ન માત્ર ફિલ્મોમાં પરંતુ થિયેટર્સમાં પણ ઉમદા ભુમિકા નિભાવી છે. અભિનેતાએ પિંટર, બેકેટ અને એક્બોર્ને નાટકોમાં ખુબ જ સારી કામગીરી કરી હતી. જો કે ફેન્સ તેમને મોટેભાગે હેરીપોટર માટે જ યાદ કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT