શ્રીલંકા સામે હાર્દિકની ‘ન્યૂ ટીમ ઇન્ડિયા’નો દબદબો, આ 5 સ્ટાર્સ રહ્યા સિરીઝના હીરો..
દિલ્હીઃ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકા સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ શનિવારે રાજકોટમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને…
ADVERTISEMENT
દિલ્હીઃ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકા સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ શનિવારે રાજકોટમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં 91 રને જીત મેળવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, ભારતે T20 શ્રેણીની પ્રથમ મેચ 2 રને જીતી હતી, જ્યારે બીજી મેચમાં શ્રીલંકાએ 16 રને જીત મેળવી હતી. પરંતુ શ્રેણીની ત્રીજી મેચ એકતરફી રહી હતી.
આ T20 શ્રેણી જીતનો અર્થ ટીમ ઈન્ડિયા માટે ઘણો મહત્ત્વનો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમાર જેવા વરિષ્ઠ ખેલાડીઓને આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓને તક મળી અને શાનદાર પ્રદર્શન કરીને તેઓએ કહ્યું કે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે. આવો જાણીએ એવા પાંચ ખેલાડીઓ વિશે જેમણે શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
1. અક્ષર પટેલ: લેફ્ટ હેન્ડ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલે રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી વર્તાવા દીધી નહોતી. ત્રણ મેચોની આ T20 સિરીઝમાં અક્ષર પટેલે 117 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી હતી. બીજી T20 મેચમાં અક્ષર પટેલે કરેલી વિસ્ફોટક બેટિંગ ફેન્સનાં મનમાં લાંબા સમય સુધી રહેશે. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
2. સૂર્યકુમાર યાદવ: વિશ્વના નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું શાનદાર ફોર્મ આ શ્રેણીમાં પણ ચાલુ રહ્યું હતું. સૂર્યાએ ત્રણ મેચમાં 85ની એવરેજ અને 175.25ના સ્ટ્રાઈક રેટથી 170 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને એક ફિફ્ટી મારી હતી. જો જોવામાં આવે તો સૂર્યાએ આ સિરીઝમાં 12 સિક્સર અને 11 ફોર ફટકારી હતી અને તે સૌથી વધુ રન કરનારો બેટ્સમેન હતો.
3. ઉમરાન મલિકઃ ફાસ્ટ બોલર ઉમરાન મલિક માટે આ સિરીઝ શાનદાર રહી હતી. ઉમરાન મલિકે ત્રણ મેચમાં માત્ર 15.14ની એવરેજથી સાત વિકેટ લીધી હતી. આ દરમિયાન ઉમરાન મલિકે પોતાની પેસ અને બાઉન્સથી શ્રીલંકાના ખેલાડીઓને ખૂબ જ પરેશાન કર્યા હતા. આ T20 સિરીઝમાં ઉમરાન મલિક સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો હતો.
ADVERTISEMENT
4. શિવમ માવીઃ ફાસ્ટ બોલર શિવમ માવીએ આ સીરિઝ દ્વારા જ ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં શિવમ માવીએ ચાર વિકેટ લઈને ડ્રીમ ડેબ્યુ કર્યું હતું. જોકે શિવમ માવી આગામી બે મેચમાં વિકેટ લઈ શક્યો નહોતો. માવી બેટથી પણ યોગદાન આપવા સક્ષમ છે. બીજી T20 મેચમાં તેણે કેટલાક શાનદાર શોટ્સ ફટકારીને આ સાબિત કરી દીધું હતું.
ADVERTISEMENT
5. હાર્દિક પંડ્યા: કેપ્ટન હાર્દિક પંડ્યા પણ આ સીરીઝમાં ભારતીય ટીમનો સ્ટાર પરફોર્મર હતો. ત્રણ વિકેટ લેવા ઉપરાંત, હાર્દિકે બેટિંગ દરમિયાન માત્ર 45 રન બનાવ્યા હતા. પરંતુ તેની કેપ્ટન્સી શાનદાર હતી અને કેટલાક રસપ્રદ નિર્ણયો જોવા મળ્યા હતા. હાર્દિકની કેપ્ટનશિપમાં આ સતત ત્રીજી T20 સિરીઝ જીતી હતી. હાર્દિકે આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પણ ટીમને જીત અપાવી હતી.
રાજ્યમાં ઠંડીનો ચમકારો શાંત થયો, ઠંડા પવનોની સ્થિતિ સહિતની માહિતી જાણો…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો હવે થોડો શાંત થતો નજરે પડી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 2 ડિગ્રી સુધી ઉંચુ નોંધાયું છે. ત્યારે હવે ઠંડા પવનોની ગતિ પણ શાંત થઈ ગઈ છે. આ ઘટાડા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવની સ્થિતિ જણાઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનો ચમકારો હજુ ઘટી શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.
MLA હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાયા, જાણો ધાર્મિક કાર્યક્રમમાં શું કર્યું…
ધારાસભ્ય હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. વિરમગામમાં જીત મેળવ્યા પછી તેઓ ગઈકાલે એક ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. અહીં તેમનો મંજીરા વગાડતો વીડિયો અત્યારે ઘણો વાઈરલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો વિરમગામ ગ્રામ્ય વિસ્તારનો છે. અહીં તેઓ સ્થાનિકો સાથે ભક્તિની ધૂન ગાતા નજરે પડી રહ્યા છે.
ADVERTISEMENT