USમાં ગુજરાતી મૂળની 5 વર્ષની માયા પટેલના મૃત્યુ કેસમાં યુવકને 100 વર્ષની સજા, હોટલમાં રમતા ગોળી વાગી હતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વોશિંગ્ટન: અમેરિકાના લુસિયાનામાં માર્ચ 2021માં ગુજરાતી મૂળની બાળકી માયા પટેલના મોત બદલ 35 વર્ષના યુવકને કોર્ટે 100 વર્ષની સજા ફટકારી છે. આરોપી સ્મિથ દ્વારા બંદૂકમાંથી ફાયર કરવામાં આવેલી ગોળી હોટલના રૂમમાં રમી રહેલી માયાના માથામાં વાગતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

માયા પટેલના મોતમાં દોષિતને 100 વર્ષની સજા
યુ.એસ.માં જિલ્લા ન્યાયાધીશ, જ્હોન ડી મોસેલીએ અમેરિકાના લુસિયાનામાં 2021માં 5 વર્ષની ગુજરાતી મૂળની બાળકીની હત્યામાં દોષિત જોસેફ લી સ્મિથને 100 વર્ષની સખત મજૂરીની સજા ફટકારી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સ્થાનિક મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો કે સ્મિથને આપવામાં આવેલી કુલ જેલની સજામાં ન્યાયમાં અવરોધ માટે 20 વર્ષ અને હત્યા સાથે જોડાયેલા વિવિધ અપરાધો માટે 20 વર્ષની સજા અને માયાની હત્યાના ગુનામાં 60 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ તમામ શરતો કેસમાં પ્રોબેશન, પેરોલ અથવા સજામાં ઘટાડો કરવાના કોઈપણ લાભ વિના આપવી જોઈએ.

ADVERTISEMENT

શું હતો સમગ્ર મામલો?

આ ઘટના ત્યારે બની જ્યારે માયા પટેલ મોંકહાઉસ ડ્રાઇવ પરની હોટલના રૂમમાં રમી રહ્યા હતા. એક ગોળી તેના રૂમમાં આવી અને તેના માથામાં વાગી. બાદમાં, તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં લગભગ ત્રણ દિવસ સુધી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT

ટ્રાયલ દરમિયાન, તે જાણવા મળ્યું હતું કે સુપર 8 મોટેલ હોટલના પાર્કિંગ એરિયામાં સ્મિથનો અન્ય એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. આ હોટલ વિમલ અને સ્નેહલ પટેલની માલિકી હતી અને તેઓ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા હતા. માયા તે દિવસે રૂમમાં તેના નાના ભાઈ સાથે હતી. એવામાં સ્મિથે ઝઘડામાં 9-એમએમની હેન્ડગન વડે ગોળીબાર કર્યો હતો તે ગોળીથી સામેની વ્યક્તિ બચી ગઈ પરંતુ હોટલના રૂમમાં રમતી માયાના માથામાં વાગી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT