વડોદરાની MS યુનિ.ને મોડે મોડે જ્ઞાન થયુંઃ PHD કરી રહેલા વિદ્યાર્થીઓના શિનોપ્સિસ સ્વીકારાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી દ્વારા પી.એચડી કરી રહેલા વિદ્યાર્થીઓના શિનોપ્સિસ સ્વીકારવા માટે પરિપત્ર પાઠવ્યો છે. એકૅડૅમીકે તમામ વિભાગને આ અંગેનો પરિપત્ર પાઠવી જાણ કરી છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે આખરે મ.સ. યુનિવર્સિટીને મોડું મોડું પણ બ્રહ્મજ્ઞાન થયું છે.

આખલાના યુદ્ધમાં 6 વર્ષના બાળકનો લેવાયો ભોગ, હવે તો જાગો સરકાર

થીસીસના સારાંશ સ્વીકારવાની ના પાડવામાં આવી
એમ.એસ.યુનિ. દ્વારા એવો નિર્ણય લેવાયો હતો કે જે વિદ્યાર્થીઓ પી.એચડી કરી રહ્યા છે તેઓએ 8 ક્રેડિટની જગ્યાએ 12 ક્રેડિટનો કોર્સ કરવો પડશે અને પછી જ શિનોપ્સિસ સ્વીકારવામાં આવશે. તેના માટે યુ.જી.સી. ના નવા નિયમો આગળ ધરવામાં આવ્યા હતા. જોકે યુનિવર્સીટી દ્વારા આ નિયમો ક્યારથી લાગુ કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. વર્ષ 2019 થી પી.એચડી નો અભ્યાસ કરતા કેટલાય વિદ્યાર્થીઓએ હાલ સુધીમાં 8 ક્રેડિટનું વર્ક કર્યું છે. જોકે એકૅડૅમીકે આ થીસીસના સારાંશ સ્વીકારવાની ના પાડવામાં આવી હતી. આ અંગે બુટા સાથે સંકળાયેલા પ્રાધ્યાપકો દ્વારા રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી અને મુશ્કેલીઓ અંગે અવગત કર્યા હતા. જેના પગલે એકેડમિક દ્વારા આજરોજ આ અંગેનો પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. તમામ વિભાગને જાણ કરી છે કે વિદ્યાર્થીઓ કે જેઓ પી.એચડી કરી રહ્યા છે તેઓના શિનોપ્સિસ સ્વીકારવા જોઈએ.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT