Bollywood પર ITની Raid: પ્રોડ્યૂસર વિનોદ ભાનુશાલીની ઓફીસ પર કાર્યવાહી, ટેક્સ ચોરીનો આરોપ
મુંબઈઃ હિન્દી સિનેમાના જાણીતા પ્રોડ્યૂસર વિનોદ ભાનુશાલીની ઓફીસ પર ઈન્કમટેક્સ વિભાગની રેડ કરવામાં આવી છે. હાલ આ રેડ ચાલુ છે. (આ લખાય છે ત્યારે). આજે…
ADVERTISEMENT
મુંબઈઃ હિન્દી સિનેમાના જાણીતા પ્રોડ્યૂસર વિનોદ ભાનુશાલીની ઓફીસ પર ઈન્કમટેક્સ વિભાગની રેડ કરવામાં આવી છે. હાલ આ રેડ ચાલુ છે. (આ લખાય છે ત્યારે). આજે સવારે આ રેડ કરવામાં આવી હતી. આ ઉપરાંત બોલિવુડના અન્ય પ્રોડક્શન હાઉસની ઓફિસ પર પણ ઈન્કમટેક્સ વિભાગની રેડ પડી રહી છે. ઈન્કમ ટેક્સ ઓફિસરની તરફથી આ જાણકારી આપવામાં આવી છે. ફિલ્મ નિર્માતા જયંતિલાલ ગઢાના ઠેકાણાંઓ પર પણ રેડ કરવામાં આવી છે.
વિનોદના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા
વિનોદ ભાનુશાળીની કંપની અગાઉ દેશની ટોચની સંગીત અને પ્રોડક્શન કંપનીઓમાંની એક સાથે સંકળાયેલી હતી. તેણે થોડા સમય પહેલા પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું છે. માહિતી મુજબ, આવકવેરા અધિકારીએ વિનોદના ‘ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ’, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં હિટ્સ મ્યુઝિક અને ભાનુશાળીની હોમ ઓફિસ પર સર્ચ હાથ ધર્યું છે.
Live: જુઓ સૂર્ય ગ્રહણના અદ્ભૂત દ્રષ્યો, જાણો તેના મહામ્ય અંગે
પેન સ્ટુડિયો પર દરોડો પાડ્યો
આ ઉપરાંત પ્રોડક્શન કંપની ‘પેઈન સ્ટુડિયો’ના પ્રમોટર જયંતિલાલ ગડાની ઓફિસ અને નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે. જયંતિ લાલના સ્ટુડિયો અને ઘરોમાં ઈન્કમટેક્સ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સિવાય વધુ ત્રણ પ્રોડક્શન હાઉસ પર આવકવેરાની સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે આવકવેરા વિભાગનું આ સર્ચ ઓપરેશન આર્થિક અનિયમિતતા અને કરચોરીને લઈને ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT