પાયલોટ ફરી બળવો કરશે? ચૂંટણી, નિવેદનો અને રાજનીતિના સરવાળે, ચોંકાવનારી સ્થિતિ શક્ય
રાજસ્થાનઃ રાજસ્થાન કોંગ્રેસમાં પણ ગાબડું પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. રવિવારે સચિન પાયલટે પ્રેસ કોન્ફ્રન્સ કરી અને ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી…
ADVERTISEMENT
રાજસ્થાનઃ રાજસ્થાન કોંગ્રેસમાં પણ ગાબડું પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. રવિવારે સચિન પાયલટે પ્રેસ કોન્ફ્રન્સ કરી અને ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાના આરોપ લગાવ્યા અને હવે મંગળવારે તેઓ આ મુદ્દે પોતાની જ સરકાર વિરૂદ્ધ ઉપવાસ પણ કરશે તેવું કહ્યું બસ ત્યારથી જ ફરી પાયલટ ગેહલોતની સરકાર માટે ચિંતાનો વિષય બને તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે સવાલ એ છે કે શું રાજસ્થાનમાં ચૂંટણી પહેલા પાયલટ એ નિર્ણય લેશે જેની 3 વર્ષથી અટકળો લાગી રહી છે.
2020ના બળવા પછી આગળનો રસ્તો મુશ્કેલ
રાજસ્થાન કોંગ્રેસમાં એકવાર ફરી ગહલોત વર્સિસ પાયલટની જંગ તેજ થતી દેખાઈ રહી છે. પોતાની જ સરકારની વિરૂદ્ધ અનશનનું એલાન કરી પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે સ્પષ્ટ કરી દીધું છે કે વિધાનસભા ચૂંટણી પહેલા તે આર-પારની લડાઈ લડવા જઈ રહ્યા છે. 2020ના બળવા બાદ લાંબા સમય સુધી ચુપ રહેલા પાયલટની ધીરજ ખુટી ગઈ હોય તેવું નજરે પડી રહ્યું છે. જો કે પોતાની જ સરકારની વિરૂદ્ધ તેમના તેવરે પાર્ટી હાઈકમાન્ડને નારાજ કરી દીધા છે. ત્યારે તેમના માટે આગળનો રસ્તો ખુબ જ મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે. સમાધાનની સંભાવનાઓ ખૂબ ઓછી નજરે પડી રહી છે અને સવાલ એ પણ છે કે શું વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બે ફાડ પડી જશે?
લંડન જઈ રહેલી ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સાથે પેસેન્જરે કરી મારામારી, ફરી આવવું પડ્યું દિલ્હી
ભાજપમાં જવાની અટકળો હતી પણ…
2018ના રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહેલા સચિન પાયલટને એ વાતનો લાંબા સમયથી મલાલ છે કે તેમની મહેનતનું યોગ્ય ફળ નથી મળ્યું. જોકે ડેપ્યુટી સીએમ પદ પણ સંભાળી ચુકેલા પાયલટ મુખ્યમંત્રી પદના મહત્વકાંક્ષી હોવાનું પણ અહીં જાણિતુ થયું છે. અનુભવ અને ગાંધી પરિવારના નિકટના હોવાના કારણે અશોક ગેહલોતે અગાઉના બળવામાં પણ બાજી મારી લીધી હતી. પાયલટને ડેપ્યુટી સીએમનું પદ જરુર મળ્યું પરંતું તે તેનાથી સંતુષ્ટ નહોતા. પરિણામ એ આવ્યું કે 2020માં તેમણે પોતાના કેટલાક સમર્થક ધારાસભ્યો સાથે બળવો પોકાર્યો. ત્યારે તેમના ભાજપમાં જવાની અટકળો તેજ હતી. પરંતું અંતિમ મોકે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમને પાર્ટીમાં બન્યા રહેવા માટે મનાવી લીધા હતા.
ADVERTISEMENT
ગેહલોત નેતૃત્વનો ભરોસો જીતવામાં સફળ રહ્યા
સૂત્રો અનુસાર ત્યારે રાહુલ-પ્રિયંકાએ તેમના ભવિષ્ય માટે કેટલાક વાયદા કર્યા હતા, જેના પૂરા થવાની રાહ પાયલટને અત્યાર સુધી હતી. આ જ કારણ છે કે તે લાંબા સમય સુધી ચૂપ રહ્યા અને ગહલોતની તરફથી ગદ્દાર અને કોરોના જેવા શબ્દો કહ્યા છતાં પણ પોતાનો ગુસ્સો ન દેખાડ્યો. જો કે જે રીતે ગેહલોતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ કુરબાન કરીને મુખ્યમંત્રી બન્યા રહેવાનો નિર્ણય કર્યો તેના બાદ એ સ્પષ્ટ છે કે પાયલટ માટે હજુ પણ જગ્યા ખાલી નથી થઈ. પાયલટને આશા હતી કે જે રીતે વિધાયક દળની બેઠક બોલાવાયા બાદ હાઈકમાન્ડના નિર્ણયને નકારાયો તેના બાદ ગહલોત પર એક્શન લેવાઈ શકે છે પરંતું રાજનીતિના જાદુગર ગણાતા ગેહલોતે એકવાર ફરી નેતૃત્વનો ભરોસો જીતવામાં સફળ રહ્યા છે.
બનાસકાંઠાઃ ચાલુ ટ્રક પર ચઢી કિન્નરને રુપિયા માગતા મોતનો થયો સાક્ષાત્કાર, જુઓ ચમત્કારીક બચાવઃ Video
હવે આ ટક્કરાવને જોતા એકવાર ફરી પાયલટના ભવિષ્યને લઈને અટકળો લાગવા લાગી છે. કેટલાક રાજનૈતિક વિશ્લેષકોનું માનવું છે કે ગેહલોત પોતાના વલણ પર અગાઉની જેમ જ યથાવત છે. 2020ના બળવાથી ચોંકેલા ગેહલોત, પાયલટ સાથે સમાધાન કરવાના મૂડમાં નથી. બીજી તરફ પાયલટ પણ પોતાના ભવિષ્યને લઈને અનિશ્ચિતતાની સ્થિતિથી બહાર આવવા માંગે છે. ત્યારે ચૂંટણી પહેલા તે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. એ પણ કહી શકાય છે કે ચૂંટણી પહેલા તે પાર્ટી છોડી પણ શકે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT