‘આ જંગલ રાજ…’ અતીકના પુત્રના એન્કાઉન્ટર પર મહુઆ મોઈત્રાનું નિવેદન

ADVERTISEMENT

'આ જંગલ રાજ...' અતીકના પુત્રના એન્કાઉન્ટર પર મહુઆ મોઈત્રાનું નિવેદન
'આ જંગલ રાજ...' અતીકના પુત્રના એન્કાઉન્ટર પર મહુઆ મોઈત્રાનું નિવેદન
social share
google news

નવી દિલ્હીઃ UP STFએ ગુરૂવારે ગેંગસ્ટર અતીક અહેમદના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં માર્યો હતો. તેની સાથે અન્ય એક શૂટર ગુલામ પણ માર્યો ગયો હતો. બંને ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી હતા. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ અસદના પુત્રના એન્કાઉન્ટર પર યુપી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે તેને સંપૂર્ણ અરાજકતા ગણાવી હતી.

મહુઆ મોઇત્રાએ કહ્યું, મને આશ્ચર્ય નથી. આ સંપૂર્ણ અરાજકતા છે. આ એક પ્રકારની સંસ્કૃતિ કે જંગલરાજ છે. જ્યારે તમારી પાસે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હોય જે કહે કે ‘વાહન પલટી શકે છે’, ‘થોક દો’… તો આવું પણ ગમે ત્યારે બની શકે છે.

ઝાંસીમાં એન્કાઉન્ટર થયું
યુપી STF ચીફ અમિતાભ યશના જણાવ્યા અનુસાર અસદ અને ગુલામ ઝાંસી નજીક બારાગાંવ અને ચિરગાંવ વચ્ચે છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી STFની ટીમે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જ્યારે STFએ અસદને આત્મસમર્પણ કરવાનું કહ્યું ત્યારે તેણે પોલીસની વાત ન સાંભળી. આ પછી પોલીસે જવાબી કાર્યવાહીમાં અસદ અને ગુલામને મારી નાખ્યા.

ADVERTISEMENT

અતીક અહેમદ અને અશરફના 7 દિવસના રિમાન્ડ મંજૂર, હવે થશે અનેક ખુલાસા

અસદ પાસેથી બાઇક અને વિદેશી હથિયારો મળી આવ્યા
અસદ અને ગુલામ પાસેથી અત્યાધુનિક વિદેશી હથિયારો, બ્રિટિશ બુલડોગ રિવોલ્વર 455 બોર, વોલ્થર P88 પિસ્તોલ 7.63 બોર મળી આવ્યા હતા. બંને પાસેથી એક બાઇક પણ મળી આવ્યું છે.

ADVERTISEMENT

અસદ 24 ફેબ્રુઆરીથી ફરાર હતો
રાજુપાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં દિવસે દિવસે હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઉમેશ પાલ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે શૂટરોએ તેના પર ગોળીબાર કર્યો જ્યારે તે કારમાંથી બહાર ગલીમાંથી ઉતરી રહ્યો હતો. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેના બે ગનર્સ માર્યા ગયા હતા.

ADVERTISEMENT

કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર, ઉનામાં ભડકાઉ ભાષણ મામલે થઈ હતી ધરપકડ

ઉમેશ પાલની પત્નીએ આ મામલામાં આતિક, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસ આ મામલામાં અતીકના પુત્ર અસદ સહિત 5 શૂટરોની શોધમાં હતી. અસદે સમગ્ર હત્યાકાંડનો હવાલો સંભાળ્યો હતો. ઉમેશની હત્યાના સીસીટીવી ફૂટેજમાં અસદ હથિયાર લઈને જતો જોવા મળ્યો હતો. ત્યારથી તે પોલીસના રડાર પર હતો.

ઉમેશ પાલ હત્યા કેસમાં 4નું એન્કાઉન્ટર
UP STF અત્યાર સુધી ઉમેશ પાલ હત્યા કેસમાં ચાર આરોપીઓનું એન્કાઉન્ટર કરી ચૂકી છે. અસદ અને ગુલામ પહેલા પોલીસે વિજય ચૌધરી અને અરબાઝની હત્યા કરી હતી. હવે પોલીસ ત્રણ શૂટર્સ અરમાન, ગુડ્ડુ મુસ્લિમ અને સાબીરને શોધી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT