Gujarat Rain: આ જિલ્લાઓમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ, લોકોના ઘરોમાં પણ જળબંબાકાર

ADVERTISEMENT

Rain in Patan district
Rain in Patan district
social share
google news

Gujarat Rains: પાટણ વિસ્તારમાં સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને પાટણના સાંતલપુરમાં સ્થિતિ ખુબ જ ખરાબ છે. સાંતલપુર તાલુકામાં વહેલી સવારથી જ મેઘમહેર અને જળબંબાકારની સ્થિતિ છે. સાંતલપુરમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ચુક્યા છે.

વારાહી પંથકના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વારાહીના કાદીસરા તળાવમાં પણ પાણી ભરાયા છે. તળાવ ભરાઇ જવાના કારણે હવે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઇ ચુક્યા છે. જો હજુ પણ લાંબો સમય સુધી વરસાદ યથાવત્ત રહે છે તો સ્થિતિ વણસી શકે છે. સાંતલપુરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણી મુખ્ય માર્ગોમાં નદીઓની જેમ જ વહી રહ્યું છે. વરસાદ આવે તો પારકર વાસના રહીશોને સલામત સ્થળે ખસેડવા પડી શકે છે.

પાટણના રાધનપુર અને સાંતલપુર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાધનપુર પંથકના નજીવા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. માશાલી રોડ પરના માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં જ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નિવાસ સ્થાન અને તેમનો મત્ત વિસ્તાર છે. વરસાદી પાણી ભરાવાની સ્થિતિ યથાવત્ત રહી છે.

ADVERTISEMENT

સિદ્ધપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદી પડી રહ્યો છે. સિદ્ધપુરના નેદ્રા, ખલી, બીલીયા, લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદો પડી રહ્યા છે. વહેલી સવારથી જ અત્યાર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT