GUJARAT: દ્વારકા અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર, તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી
અમદાવાદ : ફાગણી પૂનમન પગલે ગુજરાતના ભગવાન કૃષ્ણના ધામ ડાકોર અને દ્વારકામાં મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા છે. જેના કારણે તમામ મંદિરો પર કડક બંદોબસ્ત…
ADVERTISEMENT
અમદાવાદ : ફાગણી પૂનમન પગલે ગુજરાતના ભગવાન કૃષ્ણના ધામ ડાકોર અને દ્વારકામાં મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા છે. જેના કારણે તમામ મંદિરો પર કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડાકોરમાં ભક્તોનો ધસારો વધતા રાસ્કા ચેકપોસ્ટ પાસે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડિજિટલ બેગ સ્કેનર દ્વારા બેગનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડાકોર તરફ જઈ રહેલા પદયાત્રિકોની સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોળી પહેલા દ્વારકા અને ડાકોર બંન્ને સ્થળો પર મોટા પ્રમાણમાં પદયાત્રીઓ ઉમટી પડે છે. જેના કારણે રોડ રસ્તાઓ પર પણ પોલીસને ખાસ કાળજી રાખવી પડે છે. જેથી પદયાત્રીઓ સાથે કોઇ અકસ્માત ન સર્જાય.
ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટી પડ્યાં
ડાકોરના ઠાકોરને મળવા લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડે છે. ધોળી ધજા સાથે દુર દુરથી ચાલીને આવતાં પદયાત્રીકો ડાકોર તરફ આવતા રહે છે. ખેડા જિલ્લાના ડાકોર તરફના માર્ગો ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે પદયાત્રીઓથી ગુંઝી ઉઠ્યા છે. અમદાવાદ- ડાકોર હાઇવે પદયાત્રીઓથી ઉભરાઇ રહ્યો છે. ભક્તોના પ્રવાહથી આખો માર્ગ જાણે કે ભક્તિમાર્ગ બની ચુક્યો છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ પદયાત્રીઓને કોઇ સમસ્યા ન થાય તે માટે ભોજનથી માંડીને તમામ પ્રકારની સગવડ ઉભી કરી છે.
કાળીયા ઠાકરના દર્શન કરવા માટે લાખો ભક્તો દ્વારકામાં ઉમટી પડ્યા
બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા ખાતે પહોંચી રહ્યા છે. દ્વારકાની બજારોમાં તેમજ દ્વારકાધીશના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહ્યા છે. જેના પગલે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે ફૂલડોલોત્સવમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયો છે. આ ઉપરાંત પદયાત્રીઓને કોઇ તકલીફ ન પડે તે માટે ઠેર ઠેર તેમના ખાવાપીવા અને રહેવા તથા ન્હાવા ધોવાની વ્યવસ્થા કરતા ટેન્ટ પણ બનાવવામાં આવ્યા છે. કોઇ યાત્રીની તબિયત ખરાબ થાય તો તે સ્થિતિને પહોંચી વળવા માટેપહેલાથી જ વિવિધ સેવાભાવી સંસ્થા અને તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવાઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT