ગુજરાત ATSની હૈદરાબાદ મોટી કાર્યવાહી, સોફ્ટવેર એન્જિનિયર સહિત બે શંકાસ્પદોની અટકાયત
હૈદરાબાદ: ગુજરાત ATS દ્વારા મંગળવારે સાંજે હૈદરાબાદના ગોદાવરીખાનીમાં આવેલી શ્રીનગર કોલોનીમાંથી એક યુવતી સહિત બે શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી…
ADVERTISEMENT
હૈદરાબાદ: ગુજરાત ATS દ્વારા મંગળવારે સાંજે હૈદરાબાદના ગોદાવરીખાનીમાં આવેલી શ્રીનગર કોલોનીમાંથી એક યુવતી સહિત બે શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા લોકોમાં સોફ્ટવેર એન્જિનિયર મોહમ્મદ જાવેદ અને તેની દીકરી ખતીજા છે, જેઓ પહેલા હૈદરાબાદના ગોલકોંડા ફોર્ટ નજીક રહેતા હતા અને ચાજ દિવસ પહેલા જ રામાગુંદમમાં શિફ્ટ થયા હતા.
ATSની બંને શંકાસ્પદ પિતા-પુત્રી પર હતી નજર
ગુજરાત ATS દ્વારા બંને શંકાસ્પદ પિતા-પુત્રીની ગોદાવરીખાની પોલીસને જાણ કરવામાં આવી હતી કે તેઓ આતંકી સંગઠનના વિચારો ફેલાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જે બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી. બંને કયા સંગઠન સાથે જોડાયેલા હતા અથવા કોને મદદ કરી રહ્યા હતા તેની સ્પષ્ટતા થઈ નથી. શંકાસ્પદો આતંકી સંગઠનોને ટેકનિકલ સહાય પ્રદાન કરતા હતા કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરશે. સૂત્રો મુજબ શંકાસ્પદોને હૈદરાબાદ ATSમાં લઈ જવામાં આવ્યા છે.
તાજેતરમાં પોરબંદરથી પકડાયા હતા 4 આતંકી
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ ગુજરાત ATSએ પોરબંદરથી જમ્મુ-કાશ્મીરના 3 વ્યક્તિ તથા સુરતની એક મહિલા સહિત 4 લોકોને આતંકી સંગઠનના મિશન માટે અફઘાનિસ્ત જતા પહેલા પકડ્યા હતા. ચારેય પોરબંદરથી બોટ મારફતે ઈરાન થઈને અફઘાનિસ્તાન પહોંચવાના હતા. જોકે આ પહેલા જ તેમને પકડી લેવામાં આવ્યા હતા. જેમાં ખુલાસો થયો હતો કે પકડાયેલી સુરતની મહિલા સુમેરા બાનો હોવાનું સામે આવ્યું હતું. ATSની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે સુરતની ફેમિલી કોર્ટમાં રેકી કરી હતી અને ઉપરથી આદેશ મળતા ફિદાઈન હુમલો કરવા માટે પણ તૈયાર હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT