ભારત સરકાર હવે તાલિબાનોને સજા નહી ટ્રેનિંગ આપશે, કરાર પર હસ્તાક્ષર થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કાબુલ : ભારત સરકાર દ્વારા હવે તાલિબાનોને ટ્રેનિંગ આપવાની શરૂ કરવામાં આવી છે. તાલિબાની રાજદ્વારીઓ માટે કોર્સની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્સ IIM કોઝિકોડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે તાલિબાન અધિકારીઓને ભારતના વ્યવસાયિક વાતાવરણ, સાંસ્કૃતિક વારસો અને નિયમનકારી ઇકોસિસ્ટમની સમજ મળશે. ભારતે તાલિબાન રાજદ્વારીઓને તાલીમ આપવા માટે કોર્સ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયો ‘ઈમર્સિંગ વિથ ઈન્ડિયન થોટ્સ’ નામના આ કોર્સ કરાર પર સંમતી સધાઇ છે.

અફઘાનિસ્તાનના રાજદૂતો અને રાજદ્વારી કર્મચારીને ઓનલાઇન તાલિમ અપાશે
કરાર મુજબ, ભારત અફઘાનિસ્તાનના રાજદૂતો અને રાજદ્વારી કર્મચારીઓને ઓનલાઈન તાલીમ આપશે. કાબુલમાં ભારતીય દૂતાવાસે કરાર પર હસ્તાક્ષર કરતા જણાવ્યું છે કે, આ કોર્સ કરાર વૈશ્વિક સ્તરે લક્ષ્યાંકો હાંસલ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ કરાર હેઠળ તાલિબાન રાજદ્વારીઓ અને ઉચ્ચ અધિકારીઓને કાબુલમાં અફઘાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમસીમાં ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. આ તાલીમ કોઝિકોડની ભારતીય સંસ્થા દ્વારા આપવામાં આવશે. IIM કોઝિકોડેએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, આ કોર્સ સહભાગીઓને ભારતના વ્યવસાયિક વાતાવરણ, સાંસ્કૃતિક વારસો અને નિયમનકારી ઇકોસિસ્ટમની સમજ આપશે.

ADVERTISEMENT

ઇમર્જિંગ વિથ ઇન્ડિયન થોટ્સ નામનો ટુંકાગાળાનો કોર્સ
ઇમર્જિંગ વિથ ઇન્ડિયન થોટ્સ નામનો આ ટૂંકા ગાળાનો કોર્સ 14 માર્ચથી શરૂ થશે અને 17 માર્ચે સમાપ્ત થશે. અફઘાનિસ્તાનના પત્રકાર બિલાલ સરવારીએ આ પહેલ વિશે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘કોર્સ ઉતાવળમાં છે’. ભારત સરકારે તાલિબાન માટે ખાસ કોર્સ બનાવ્યો છે. ભારતીય વિચારો સાથે ડૂબી જવું. તે 14-17 માર્ચ 2023 સુધી ચાલશે. શાસન સુધારવા માટે તાલિબાન અધિકારીઓ પર આ અભ્યાસક્રમ કેટલી અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.’ બિલાલે એમ પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનને ટૂંકા ગાળાના અભ્યાસક્રમની નહીં પણ સંતુલિત અને નક્કર નીતિ માળખાની જરૂર છે. તેમણે લખ્યું, ‘તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં પ્રભાવ વધારવા માટે ટૂંકા ગાળાના ઉતાવળિયા અભ્યાસક્રમની નહીં, સંતુલિત અને નક્કર નીતિ માળખાની જરૂર છે.

તાલિબાની રાજદ્વારીઓને ભારત સરકાર માર્ગદર્શન આપશે
લગભગ 3,000 અફઘાન વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે. તેમને મદદ કરવી જોઈએ.’#AFG ભારત સરકાર દ્વારા તાલિબાન માટેનો વિશિષ્ટ અભ્યાસક્રમ: 14-17મી માર્ચ 23 દરમિયાન ભારતીય વિચારો સાથે ડૂબવું. શાસન સુધારવા માટે તાલિબાન રાજદ્વારીઓની અસર જોવાનું રસપ્રદ રહેશે. ભારતે અગાઉ પણ તાલિબાનના સંરક્ષણ મંત્રાલય સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારમાં કહેવામાં આવ્યું હતું કે ભારત તાલિબાન સેનાના કેડેટ્સને મિલિટ્રી એકેડમીમાં ટ્રેનિંગ આપશે. કરાર હેઠળ તાલિબાન સેનાની પ્રથમ બેચ પાસ આઉટ થઈ ગઈ છે અને બીજી બેચને હાલમાં તાલીમ આપવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT