ફોનમાં નહીં ચાલે ગૂગલ એપ, Gmail અને Zoom યુઝર્સની વધી મુશ્કેલીઓ, આજે જ કરી લો કામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Google તરફથી કેલેન્ડર એપ સપોર્ટ બંધ કરવામાં આવી રહ્યો છે. કહેવાનો મતલબ છે કે કેટલાક સ્માર્ટફોનમાં કેલેન્ડર ઓપ્સ નહીં ચાલે. તેમાં એન્ડ્રોઈડની સાથે આઈફોન અને પીસીસી યુઝર્સ પણ સામેલ છે. ખરેખર કેલેન્ડર એપ ગૂગલની અન્ય સર્વિસ જેમ કે જીમેલ, રિમાઈન્ડર્સ, નોટ્સ, ઝૂમ અને અન્ય થર્ડ પાર્ટી એપ્સની સાથે ઈન્ટીગ્રેટ રહે છે. કેલેન્ડર એપની મદદથી તમે ઈવેન્ટ્સ, મીટિંગ્સ અને રીમાઇન્ડર્સ શેડ્યૂલ કરી શકો છો. આવી સ્થિતિમાં જો ગૂગલ કેલેન્ડર એપ સપોર્ટ બંધ થાય છે, તો તેની સીધી અસર ગૂગલ, જીમેલ, ઝૂમ જેવી એપ સર્વિસ પર પડશે.

કયા યુઝર્સ પર પડશે અસર

જો તમે જૂની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારા ફોનમાં કેલેન્ડર એપ ચાલશે નહીં. રિપોર્ટ અનુસાર, જો તમારો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.1 અથવા તેનાથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહ્યો છે, તો તમારા ફોનમાં કેલેન્ડર એપ નહીં ચાલે.

કેમ બંધ કરવામાં આવ્યું સપોર્ટ?

રિપોર્ટ અનુસાર, ગૂગલ સપોર્ટ બંધ કરવાનું મુખ્ય કારણ સિક્યોરિટી માનવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જૂની ઓપરેટિંગ સિસ્ટમને નવા અપડેટ્સ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં કોઈપણ હેકર્સ માટે ડેટા ચોરી કરવાનું સરળ બની જાય છે.

ADVERTISEMENT

શું કરવું જોઈએ?

તેનાથી બચવા માટે તમારે લેટેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ કરવી જોઈએ. જો ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ નથી થઈ રહી, તો નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદવો વધુ સારું રહેશે. કારણ કે જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોનને સિક્યોરિટીની દ્રષ્ટિએ સારા માનવામાં આવતા નથી.

    follow whatsapp

    ADVERTISEMENT