રેપના ખોટા કેસમાં નિર્દોષને જેલ પહોંચાડયો હતો, યુવતીને કોર્ટે માત્ર રૂ.500નો દંડ કર્યો
ફરીદાબાદ: દુષ્કર્મ અને આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાના આરોપમાં નિર્દોષ વ્યક્તિને જેલમાં પહોંચાડનારી યુવતીને કોર્ટે રૂ.500ના દંડની સજા ફટકારી છે. યુવતીએ લગભગ 4…
ADVERTISEMENT
ફરીદાબાદ: દુષ્કર્મ અને આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાના આરોપમાં નિર્દોષ વ્યક્તિને જેલમાં પહોંચાડનારી યુવતીને કોર્ટે રૂ.500ના દંડની સજા ફટકારી છે. યુવતીએ લગભગ 4 વર્ષ પહેલા એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો, જ્યારે કોર્ટમાં કેસ ચાલ્યો તો આરોપી યુવક નિર્દોષ નીકળ્યો.
શું છે સમગ્ર મામલો?
ફરિદાબાદના એક ગામમાં રહેતી યુવતીએ 11 ઓક્ટોબર 2019ના રોજ વલ્લભગઠ મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. ઈન્દ્રજીત નામનો વ્યક્તિ તેમાં આરોપી હતો. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવકે તેનો રેપ કર્યો અને તેના આપત્તિજનક ફોટો પરિવારના લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોકલી દીધા. તપાસ બાદ પોલીસે ઈન્દ્રજીતની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો.
પોલીસે આ કેસમાં 11 સાક્ષી બનાવ્યા. આરોપી લગાવનારી યુવતી પણ તેમાં સાક્ષી હતી. કોર્ટમાં તે આરોપોથી ફરી ગઈ. જે બાદ ઈન્દ્રજીતને છોડી મૂકવામાં આવ્યો. જ્યારે આરોપ લગાવનારી યુવતી વિરુદ્ધ CRPCની કલમ 344 હેઠળ કેસ ચલાવવામાં આવ્યો. જે અંતર્ગત ખોટા પૂરાવા આપવાના કેસમાં આરોપી બનાવાય છે.
ADVERTISEMENT
યુવતીએ કેમ નોંધાવ્યો હતો ખોટો કેસ?
સોમવારે કોર્ટમાં યુવતીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો અને ટ્રાયલ ચલાવવા માટે દાવો રજૂ ન કર્યો. મામલામાં દોષી જાહેર થવા પર 3 માસની સજા અથવા 500 રૂપિયા દંડ અથવા બંને થઈ શકે છે. સામે આવ્યું કે ઈન્દ્રજીતે રેપ નહોતો કર્યો કે સોશિયલ મીડિયામાં ફોટો પણ અપલોડ નહોતા કર્યા. યુવતીએ પરિવારના પ્રેશરમાં કેસ નોંધાવી દીધો હતો. કોર્ટે યુવતીને રૂ.500નો દંડ ભરવાનો આદેશ કર્યો. જ્યારે આ દંડની રકમ ન ભરવા પર તેને સાત દિવસની સામાન્ય જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે યુવતીએ દંડની રકમ જમા કરાવી દીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT