ગૌતમ અદાણી વિશ્વના ધનિકોની યાદીમાં ત્રીજાથી સાતમાં સ્થાને પહોંચ્યા, 19 ટકા સંપત્તિ ઘટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ધડાકો થયો હતો. જેના કારણે તેઓ ચોથાથી સીધા સાતમાં સ્થાને આવી ગયા હતા. વિશ્વના ટોપ 10 ધનવાનોની યાદીમાં ત્રીજા નંબર સુધી જઇ આવેલા અદાણી હવે સાતમા નંબર પર આવી ચુક્યા છે. ફોર્બ્સ દ્વારા રિયલ ટાઇમ બિલિયોનેર યાદીમાં તેઓનું સ્થાન ગગડી ગયું છે. હવે તેઓની નેટવર્થ 96.5 બિલિયન ડોલર થઇ ચુકી છે. તેઓ 27 જાન્યુઆરી, 2023 સુધીમાં આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં 22.7 બિલિયન ડોલર (કુલ સંપત્તીના 19%) નો ઘટાડો થયો છે.

અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરોમાં ધોવાણ
અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપની કુલ 7 લિસ્ટેડ કંપનીઓના શેરોમાં ભારે ધટાડો સતત બીજા દિવસે પણ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હિડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. અદાણીના કેટલાક શેરમાં તો લોઅર સર્કિટ લાગી હતી. જો કે અદાણી ગ્રુપ દ્વારા હિડનબર્ગના અહેવાલને પાયાવિહોણા ગણાવ્યા હતા. જ્યારે તેની વિરુદ્ધ માનહાનીનો દાવો ઠોકવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

અદાણીના અનેક શેરોમાં માર્ચ 2020 બાદનો સૌથી મોટો ઘટાડો
અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી ટ્રાંસમિશનના શેરોમાં 19 ટકાનો, અદાણી ટોટલ ગેસના શેરમાં 19.01 ટકાનો ઘટાડો નોંધાયો જે માર્ચ, 2020 પછીનો સૌથી મોટો ઘટાડો હતો. જ્યારે અદાણી ગ્રીન એનર્જીમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હિડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીને ભારે નુકસાનીના કારણે તમામ સેક્ટરમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT