TCS કંપનીએ કાઢી મૂકતા મહિલા કર્મચારીએ એવો કાંડ કર્યો કે આખા સ્ટાફનો જીવ થઈ ગયો અધ્ધર, પોલીસ થઈ ગઈ દોડતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ની બેંગલુરુ ઓફિસમાં જ્યારે એક ફોન કોલ દ્વારા બોમ્બની ધમકી મળી ત્યારે કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રિપોર્ટ અનુસાર હોસુર રોડ ખાતે આવેલી TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ)ની ઓફિસમાં મંગળવારે સવારે એક ધમકીભર્યો કોલ આવ્યો હતો. જે બાદ ઓફિસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અત્યાર સુધીની તપાસમાં સામ આવ્યું છે કે, આ ધમકીભર્યો કોલ કંપનીની પૂર્વ કર્મચારીએ કર્યો હતો.

ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મીડિયા રિપોર્ટ અનુસાર, બેંગલુરુના હોસુર રોડ ખાતે આવેલી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની ઓફિસના બી બ્લોકમાં મંગળવારે એક ફોન કોલ આવ્યો હતો. જેમાં આખી ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તમામ કર્મચારીઓ બિલ્ડિંગમાંથી બહાર નીકળી ગયા હતા. સમાચાર મળતાની સાથે જ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે તે ફેક કોલ હતો અને બિલ્ડિંગમાં ક્યાંય બોમ્બ મળી આવ્યો નહોતો.

પોલીસે હાથ ધરી તપાસ

રિપોર્ટ અનુસાર, આ ધમકીભર્યો કોલ કર્ણાટકના હુબલી જિલ્લામાંથી આવ્યો હતો. ફોન કરનાર મહિલા ટીસીએસમાં કામ કરી ચૂકી છે. તેને નોકરીમાંથી કાઢી મુકતા તેણે ગુસ્સામાં આ ફોન કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આ ફોન કરનાર મહિલાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે આ પહેલીવાર નથી કે જ્યારે TCS ઓફિસ પર ધમકીભર્યો ફોન કોલ આવ્યો હોય. આ પહેલા મે મહિનામાં હૈદરાબાદ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

ADVERTISEMENT

અગાઉ પણ મળી ચૂકી છે ધમકી

હૈદરાબાદ ઓફિસમાં ફોન કરનાર કર્મચારી બેંગલુરુમાં કામ કરી રહ્યો હતો. પહેલા તેને સિક્યોરિટી વિંગ માટે કામ પર રાખવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને કાઢી મુકવામાં આ આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT