દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: હવાલા અને મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી છે. તબિયત બગડવાની ફરિયાદ બાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જૈન છેલ્લા એક વર્ષથી ન્યાયિક કસ્ટડીમાં છે.સત્યેન્દ્ર જૈનના વજનમાં લગભગ 35 કિલોનો ઘટાડો થયો છે.

સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 31 મે 2022 ના રોજ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સીબીઆઈ દ્વારા 2017 માં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના આધારે ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં જૈનની ધરપકડ કરી હતી. CBI દ્વારા નોંધાયેલા કેસમાં ટ્રાયલ કોર્ટે 6 સપ્ટેમ્બર, 2019ના રોજ જૈનને નિયમિત જામીન આપ્યા હતા. વર્ષ 2022 માં, નીચલી અદાલતે મની લોન્ડરિંગ કેસમાં જૈન, તેમની પત્ની અને ચાર કંપનીઓ સહિત આઠ અન્ય વિરુદ્ધ ED દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધી હતી.

અગાઉ, 11 મેના રોજ, સત્યેન્દ્ર જૈને એક પત્ર દ્વારા સુપરિન્ટેન્ડેન્ટને વધુ કેદીઓ સાથે રહેવાની વિનંતી કરી હતી અને તેમના પત્રમાં એકલતાના કારણે હતાશા અને વધુ સામાજિક સંપર્કની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે તે ખૂબ જ એકલતા અનુભવી રહ્યો છે અને મનોચિકિત્સકે તેને એકલા ન રહેવાની સલાહ આપી છે.

ADVERTISEMENT

સત્યેન્દ્ર જૈનના પત્ર બાદ જેલ નંબર-7ના સુપ્રિટેન્ડેન્ટે પણ બે કેદીઓને તેમના સેલમાં ટ્રાન્સફર કરી દીધા હતા, પરંતુ તિહાર જેલના વહીવટીતંત્રને આ વાતની જાણ થતાં જ તે બંને કેદીઓને તાત્કાલિક પરત મોકલી દેવામાં આવ્યા હતા.અને આ સાથે જ એક જેલ નંબર 7 ના અધિક્ષકને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી હતી. જે બાદ સુપ્રિટેન્ડેન્ટની પણ બદલી કરવામાં આવી હતી.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT