પૂર્વ મુખ્યમંત્રી વિજચોરીમાં પકડાયા, પારકી લાઇટે દિવાળી કર્યા પછી હવે કહ્યું દંડ ભરીશ

ADVERTISEMENT

HD Kumar Swami
HD Kumar Swami
social share
google news

Karnataka Former CM HD Kumaraswamy: કોંગ્રેસે મંગળવારે (14 નવેમ્બર) કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જેડીએસના પ્રદેશ પ્રમુખ એચડી કુમારસ્વામી પર દિવાળી દરમિયાન તેમના જેપી નગરના ઘરને શણગારાત્મક લાઇટ્સથી પ્રકાશિત કરવા માટે ચોરીની વીજળીનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. શાસક કોંગ્રેસે આ બાબતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેડીએલ નેતાના આ પગલાની આકરી ટીકા થઈ રહી છે.

મામલો ધ્યાનમાં આવ્યા પછી, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર કુમારસ્વામીએ કહ્યું કે આ તેમની ભૂલ નથી, પરંતુ એક ખાનગી ડેકોરેટરની ભૂલ હતી. જેણે નજીકના ઇલેક્ટ્રિક પોલને સીધું કનેક્શન આપ્યું હતું. તેણે કહ્યું કે, જ્યારે તેને આ વિશે ખબર પડી તો તેણે તરત જ તેને હટાવી દીધું અને ઘરના મીટર બોર્ડમાંથી વીજળીનું કનેક્શન આપ્યું હતું.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે તેમના પર કટાક્ષ કર્યો અને કહ્યું, “વિશ્વના એકમાત્ર ઈમાનદાર વ્યક્તિ એચડી કુમારસ્વામીના જેપી નગર નિવાસસ્થાનને ઈલેક્ટ્રીક થાંભલાઓથી સીધા ગેરકાયદે વીજળી કનેક્શનની સાથે શણગારાત્મક લાઈટોથી ઝળહળી ઉઠ્યું હતું. આ દુર્ઘટના છે કે, એક પૂર્વ મુખ્યમંત્રી એટલી બધી ગરીબીનો સામનો કરી રહ્યા છે કે તેમણે વીજળીની ચોરી કરવાનું શરૂ કરી દીધું છે.

ADVERTISEMENT

પૂર્વ મુખ્યમંત્રીનો દાવો- તેમની પાસે વિવેક નથી

પાર્ટીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ સરકારની ‘ગૃહ જ્યોતિ’ યોજના રહેણાંક જોડાણો માટે દર મહિને 200 યુનિટ મફત વીજળી પૂરી પાડે છે, 2,000 યુનિટ નહીં. આના પર કુમારસ્વામીએ X પર જવાબ આપ્યો, “હું આ અવિવેક માટે દિલગીર છું. બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની (BESCOM) ના અધિકારીઓએ આવીને તપાસ કરવી જોઈએ અને નોટિસ જારી કરવી જોઈએ. હું દંડ ભરીશ.

હું સંપત્તિ માટે એટલો તરસ્યો નથી – કુમારસ્વામી

તેમણે આ મુદ્દાને વધુ જોરદાર બનાવવા માટે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું, “મેં ન તો કોઈ રાજ્યની સંપત્તિની ઉચાપત કરી છે અને ન તો કોઈની જમીન હડપ કરી છે.” મને ધનની એવી તરસ નથી કે તે કોઈના લોહીથી છીપાય. દરમિયાન કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે, બેસ્કોમ આ મામલે કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે તેમને ખબર નથી કે કુમારસ્વામી વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવશે કે નહીં.

ADVERTISEMENT

વીજળી ચોરી મુદ્દે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા

અગાઉ કોંગ્રેસે આ મામલે કહ્યું હતું કે, જો તમે આટલા ગરીબીથી પીડિત હોત તો તમારે ગૃહ જ્યોતિ યોજના હેઠળ અરજી કરવી જોઈતી હતી. ઓહ, તમને ખબર ન હતી કે તમારા નામે કેટલાય મીટર હોવા છતાં પણ ગૃહ જ્યોતિ યોજના હેઠળ માત્ર એક જ વીજળી મીટરની મંજૂરી છે.

ADVERTISEMENT

કોંગ્રેસે પૂછ્યું- કર્ણાટકમાં અંધારું હતું ત્યારે તમે તમારું ઘર કેવી રીતે સજાવ્યું?

શિવકુમારે એમ પણ કહ્યું કે જેડીએસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કર્ણાટકમાં અંધારું છે અને હવે તેણે વીજળી ચોરી કરીને પોતાના જ ઘરને રોશન કર્યું છે? પાર્ટીએ સવાલ કર્યો કે જ્યારે તેમનું ઘર રોશનીથી ઝળહળતું હતું ત્યારે તેઓ કેમ કહેતા હતા કે કર્ણાટક અંધારામાં છે.

    follow whatsapp

    ADVERTISEMENT