શંકરનો ચહેરો પણ જોવાની ઇચ્છા નહોતી છતા ક્રૂ મેમ્બર્સે બંન્નેને સામ સામે બેસાડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ગત્ત વર્ષે 26 નવેમ્બરે એર ઇન્ડિયાની ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં દારૂ પીને વૃદ્ધ મહિલા પર લઘુશંકા કરવાનો કિસ્સો હવે મોટો બની રહ્યો છે. આરોપી વ્યક્તિની ઓળખ 34 વર્ષીય શંકર મિશ્રા તરીકે થઇ છે. તે ફરાર છે જ્યારે પોલીસ સતત તેને શોધી રહી છે. પીડિત વૃદ્ધ મહિલાએ એર ઇન્ડિયા પર જ સવાલો ઉઠાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શંકર મિશ્રા એક પ્રતિષ્ઠિત કંપનીમાં ખુબ જ ઉંચા હોદ્દા પર હતો જો કે કંપનીને ઘટના અંગે માહિતી મળતા તત્કાલ તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.

ફ્લાઇટ ક્રૂ મેમ્બરને ઇન્કાર કર્યો હોવા છતા પણ તેની સામે આરોપીને લાવ્યા
મહિલાનું કહેવું છે કે, તેણે ફ્લાઇટના ક્રૂ સભ્યોને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે, પોતે આ વ્યક્તિનો ચહેરો પણ જોવા નહોતી માંગતી. જો કે તે એ સમયે દંગ રહી ગઇ જ્યારે આરોપીને તેની જ સામે જ ઉભો કરવામાં આવ્યો. તે સતત રડી રહ્યો હતો અને માફી માંગી રહ્યો હતો. આરોપી વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ અનુસાર શંકરે ખુબ જ આજીજી કરી હતી. તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ ન થાય તે માટે તે સતત આજીજી કરી રહ્યો હતો.

શંકર મિશ્રા સતત માફી માંગી રહ્યો હતો અને ફરિયાદ ન કરવા અપીલ કરી રહ્યો હતો
ફરિયાદ અનુસાર શંકર મિશ્રા સતત કરી રહ્યો હતો કે, તેનો પરિવાર છે અને તે નથી ઇચ્છતો કે તેની પત્ની અને બાળકોને આ ઘટનાને કારણે સામાજિક રીતે કોઇ સમસ્યા થાય. પીડિત મહિલાનું કહેવું છે કે, તે આરોપીનો ચહેરો પણ જોવા નહોતી માંગતી પરંતુ ક્રુ મેમ્બર્સે પરાણે આરોપીને તેની સામે ઉભો રાખવામાં આવ્યો. સુલહ કરાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે પોતે તેનાથી સંતુષ્ટ નહોતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT